અમદાવાદઃ પતિ-પત્ની વચ્ચે માથાકૂટ, ધડાધડ 2 રાઉન્ડ ફાયરિંગ કરતા પતિની અટકાયત

Latest News અપરાધ

શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પતિ-પત્નીના ઝઘડામાં પતિએ ઉશ્કેરાઈને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે આરોપીની અટકાયત કરી છે.

 

મળતી માહિતી પ્રમાણે, શહેરના વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં આ ઘટના બની હતી. જેમાં પત્ની રિસાઈને પિયર આવી ગઈ હતી. ત્યારે પતિ તેને મળવા માટે પિયરમાં આવ્યો હતો. ત્યારે દંપતી વચ્ચે માથાકૂટ થતા ઉશ્કેરાઈને પતિએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે વિજય સોની નામના વ્યક્તિની અટકાયત કરી છે. આ ઉપરાંત તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.