સ્કૂલ રિક્ષાચાલક દ્વારા સગીર બાળકોનું શોષણ, અશ્લીલ વીડિયો બતાવી કરતો હતો ઘૃણાસ્પદ કૃત્ય

Latest News અપરાધ

અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્કૂલ રિક્ષા ચલાવતા એક આધેડ ડ્રાઇવરની શરમજનક કરતૂતોનો પર્દાફાશ થયો છે. આ નરાધમ રિક્ષાચાલક સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવીને અને ગેમ રમાડવાના બહાને પોતાના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરાવતો હતો. એક માતા સુધી આ વાત પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં રાજકુમાર રાજપુતની કરતૂતોની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી રિક્ષામાં બાળકોને શાળાએ મૂકવા જતો ત્યારે રિક્ષા સાફ કરવાના બહાને કાણાવાળો રૂમાલ પોતાની પાસે રાખતો હતો. જ્યારે પણ તક મળે ત્યારે તે રૂમાલ પોતાના પ્રાઇવેટ પાર્ટ પર રાખીને, બાળકોને ચોકલેટ કે બોલ કાઢવાની લોભામણી લાલચ આપતો હતો. આ રીતે, તે 12 વર્ષથી ઓછી ઉંમરના સગીર બાળકો અને બાળકીઓ પાસે પોતાના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરાવતો હતો. રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.ડી. દેસાઇએ જણાવ્યું હતું કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.માતાની સતર્કતાથી પર્દાફાશઆરોપી છેલ્લા ચાર મહિનાથી આ પ્રકારની હરકતો કરતો હતો અને માત્ર 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને જ ટાર્ગેટ બનાવતો હતો. એક દિવસ બે સગીરાઓ રિક્ષાચાલકના વર્તન વિશે વાતચીત કરી રહી હતી. એ દરમિયાન એક સગીરાની માતાએ તેમની વાત સાંભળી, તેમને કંઈક શંકાસ્પદ હોવાની આશંકા ગઈ હતી. માતાએ સગીરાને પૂછપરછ કરતાં આરોપીની તમામ કરતૂતોનો પર્દાફાશ થયો હતો. અશ્લીલ વીડિયો બતાવવાનો આરોપ પણ લગાડવામાં આવ્યો છે.હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે કે આરોપીએ ભૂતકાળમાં અન્ય કેટલા બાળકોને પોતાનો ભોગ બનાવ્યા છે