ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયના વિવિધ જિલ્લાઓમાં 65 ડિસ્ટ્રિક્ટ જજ, 125 સિવિલ જજ અને 153 સિનીયર સિવિલ જજની બદલીઆ કરવામાં આવી છે. બદલી કરાયેલા જજ આગામી 18મી મેથી બદલીની જગ્યાનો ચાર્જ લેશે. આ બદલીઓમાં આંતર જિલ્લા બદલી અને એક જ કોર્ટમાં આંતરિક બદલીના હુકમો પણ કરવામાં આવ્યા છે. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ બદલીઓ કરાઇ છે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના નિર્દેશથી રાજયભરની નીચલી અદાલતોમાં મોટાપાયે જજની બદલીઓ કરવામાં આવી છે. જેમાં ડિસ્ટ્રિક્ટ જજ કેડર, સિવિલ જજ કેડર અને સિનિયર સિવિલ જજનો સમાવેશ થાય છે. ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં રાજ્યમાંથી 65 જજની બદલીઓ કરવામાં આવી છે. 51 નવા જોની નિમણૂક કરવામાં આવી છે. જેઓ સેશન્સ અને એડિશનલ સેશન્સ જજ છે. જ્યારે એક જ કોર્ટમાં આંતરિક બદલી કરાઈ હોય તેટલા 55 જેટલા ડિસ્ટ્રિક્ટ જજ છે.
ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં આંતર જિલ્લા કોર્ટ બદલીમાં અમદાવાદમાં 5, આણંદમાં 2, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 2, ભાવનગરમાં 3, ગાંધીનગરમાં 5, ખેડામાં 3, કચ્છમાં 5, મહેસાણામાં 3, મોરબીમાં 2, પંચમહાલમાં 1, રાજકોટમાં 5, સુરતમાં 8, સુરેન્દ્રનગરમાં 2 અને વડોદરામાં 11 જેટલા જજનો સમાવેશ થાય છે. જ્યારે સિવિલ જજ કેડરમાં 153 જજની બદલી કરવામાં આવી છે. તેમાં પણ એક જ કોર્ટમાં આંતરિક બદલી કરાઈ હોય તેવા જજીસમાં અમદાવાદ અને અમદવાદ જિલ્લામાં 37, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, ભાવનગરમાં 3, ગાંધીનગરમાં 2, કચ્છમાં 4, મહેસાણામાં 3, રાજકોટમાં 14 સુરતમાં 12, સુરેન્દ્રનગરમાં 19, છોટા ઉદેપુરમાં 1, જામનગરમાં 2, જૂનાગઢમાં 1, ખેડામાં 2, નવસારીમાં 1, પંચમહાલમાં 2, સાબરકાંઠામાં 4, સુરેન્દ્રનગરમાં 1 અને વલસાડમાં 3 જેટલા સિવિલ જજનો સમાવેશ થાય છે.
રાજ્યમાં કુલ 125 જેટલા સિનિયર જજોની બદલી કરવામાં આવી છે. જેમાં એક જ કોર્ટમાં આંતરિક બદલીમાં અમદાવાદમાં 4, આણંદમાં 1, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 5, મહેસાણામાં 2, મોરબીમાં 1, પંચમહાલમાં 1, રાજકોટમાં 5, સુરતમાં 5, સુરેન્દ્રનગરમાં 4, જૂનાગઢમાં 1 જેટલા સિનિયર જજનો સમાવેશ થાય છે.
