નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને 14.41 લાખ કરોડ

આવકવેરા વિભાગે ૧૦ નવેમ્બર, ૨૦૨૬ સુધીનાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનાં આંકડા જારી કર્યા છે. નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ૧૧.૭૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને ૧૪.૪૧ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૭,૫૦,૨૮૫.૮૯ કરોડ રૂપિયા રહ્યું છે. ગયા વર્ષનાં સમાન ગાળામાં આ આંકડો ૧૫,૩૫,૦૭૬.૩૧ કરોડ રૂપિયા હતો.

આ રીતે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ૧૪.૦૨ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આંકડા અનુસાર સરકારે ૩,૦૮,૩૦૬.૯૮ કરોડ રૂપિયાનું રિફંડ પણ જારી કર્યુ છે.
એક વર્ષ અગાઉ આ જ સમયગાળામાં રિફંડનો આંકડો ૨,૪૪,૮૭૨.૨૧ કરોડ રૂપિયા હતો. એટલે કે રિફંડમાં વાર્ષિક ધોરણે ૨૫.૯૧ ટકાનો વધારો થયો છે.
રિફંડ પછી ૧૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી કુલ નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૪,૪૧,૯૭૮.૯૧ કરોડ રૂપિયા રહ્યું છે. ગયા વર્ષે સમાન ગાળામાં આ ૧૨,૯૦,૨૦૪.૧૦ કરોડ રૂપિયા હતું. ગયા વર્ષની સરખામણીમાં તેમાં ૧૧.૭૬ ટકાનો વધારો જોવા મળ્યો છે.

ગ્રોસ કોર્પોરેટ ટેક્સ ૮,૦૧,૪૭૧.૭૧ કરોડ રૂપિયા રહ્યું છે. જો કે ૧,૬૯,૫૧૨.૧૮ કરોડ રૂપિયાનાં રિફંડ પછી નેટ કોર્પોરેટ ટેક્સ ૬,૩૧,૯૫૯.૫૩ કરોડ રૂપિયા રહ્યું છે.
ગ્રોસ નોન કોર્પોરેટ ટેક્સ દ્વારા ૮,૯૪,૭૧૬.૧૮ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. જો કે ૧,૩૮,૭૭૧.૨૨ કરોડ રૂપિયાનાં રિફંડ પછી આ રકમ ૭,૫૫,૯૪૪.૯૬ કરોડ રૂપિયા રહી છે. સરકારે ૫૪,૦૭૭.૯૦ કરોડ રૂપિયા સિક્યોરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ પેટે એકત્ર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *