મુંબઇ : એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત હોરર કોમેડી ફિલ્મ ‘હીરો કી હોરરઇન’ ફિલ્મનું મોશન પિક્ચર પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મનું નિર્દેશન સાજીદ ખાનને સોંપવામાં આવ્યું છે. ફ્રાઇડે થર્ટીન્થ નિમિત્તે ફિલ્મનું પોસ્ટર જારી કરી હોરર કોમેડી ફિલ્મનો લાક્ષણિક પ્રચાર કરવામાં આવ્યો હતો. ફ્રાઇડે થર્ટીન્થ એ હોલીવૂડની વિખ્યાત હોરર ફિલ્મ છે.ફિલ્મના કળાકારો તથા તેની રીલિઝ ડેટ વગેરે અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી પણ ફિલ્મને ૨૦૨૭માં થિયેટર્સમાં રજૂ કરવાની નિર્માતાઓની નેમ છે.’સ્ત્રી’ ફિલ્મની સફળતા બાદ હોરર કોમેડી ફિલ્મો બનાવવાનો પવન ફૂંકાયો છે તેને એન્કેશ કરવા એક્તા આર. કપૂરે પણ હોરર કોમેડી ફિલ્મ બનાવવા માટે ઝુકાવ્યું છે.
હોરર કોમેડીનું ટાઈટલ હીરો કી હોરરઇન જાહેર કરાયું
