અસિન થોટ્ટુકમલ એક સમયે કોલીવૂડની ક્વીડ કહેવાતી હતી. તે પોતાની કારકિર્દી દરમિયાન સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સમાંની એક હતી. તેણે ૨૦૦૦ના દાયકામાં તમિલ, તેલુગુ અને બોલીવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. ૨૦૧૬માં તેણે માઇકોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા અને શોબિઝને અલવિદા કહી દીધું હતું. અભિનેત્રી સોશયલ મીડિયા પર પણ બહુ ઓછી સક્રિય છે અને હવે તેના માટે તેનો પતિ અને પુત્રી મહત્વના છે. તે પોતાની પુત્રીના ઉછેરમાં વ્યસ્ત છે.
થોડા સમય પહેલા અસિનના પતિ રાહુલ શર્માએ એક વાતચીત દરમિયાન પત્ની અસિન વિશે દિલથી વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તે હંમેશા અમારા માટે સહારો રહી છે. તે પુત્રી અરિનનેટેલિવિઝન અને સોશયલ મીડિયાની લત ન લાગે તેના માટે બહુ સજાગ રહે છે. અમારા ઘરમાં ટેલિવિઝન નહોતું અને તે પુત્રીને પુસ્તકો દ્વારા આનંદ અને જ્ઞાાન આપતી હતી. અમે હજી સુધી પુત્રી અરિનને કોઇ સ્ક્રીન જોવા આપી નથી પછી તે ટેલિવિઝન હોય કે મોબાઇલ ફોન. અમારા ગરમાં પુસ્તકો જ જોવા મળશે. અમારી પુત્રી અરિન હજી ૭ વરસની છે અને બીજા ધોરણમાં ભણે છે પરંતુ તેની પાસે ક્લાસ ૮ અને ૯ ધોરણનાં પુસ્તકો છે. હું તેને ઘણી વખત મજાકમાં કહું છું કે તુંએને ૧૦ ધોરણની જ બોર્ડની પરીક્ષા આપવા દે. અસિનની પુત્રી અરિન ૭ વરસની વયે ૧૨ ભાષાઓ જાણે છે. જેમાં કોરિયાઇ, જાપાની, થાઇ અન ેચીની પણ સામેલ છે. મને તો બે ભાષા હિંદી અને અંગ્રેજી જ આવડે છે તેમાંય બોલવામાં મુશ્કેલી થાય છે.
અસિનના પતિ રાહુલ શર્માએ વધુમાં કહ્યું હતું કે, તે મારું પણ બહુ ધ્યાન રાખે છે. તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય મારા માટે બહુ સારો રહ્યો છે.
તે હંમેશા મારી સાથે ચટ્ટાનની માફખ ઊભી રહી છે. ઘણી વખત આકરા સમયમાં તિેણે મને ચિંતા ન કરતાં આગળ વધવાની જ સલાહ આપી છે. તેને મારા જ્ઞાાન પર ભરોસો છે. તે મને સતત આગળ વધવા માટે પ્રોત્સાબન આપતી હોય છે. મારી જિંદગીમાં તેનું યોગદાન હું વર્ણવી શકું એમ નથી.
કેરલમની રહેનારી અસિને ૧૫ વરસની વયે કારકિર્દીની એક વિજ્ઞાાપનથી કરી હતી. આ પછી તેને મલયાલમ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી તેણે તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેણે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી દીધું હતું.
અસિને બોલીવૂડમાં આમિર ખાન સાથે ગજની ફિલ્મમાં કામ કર્યું હતું. જે તમિલની આ જ શીર્ષક ધરાવતી ફિલ્મની રીમેક હતી. આ પછી અસિને સલમાન ખાન સાથે રેડી, લંડન ડ્રીમ્સ માં કામ કર્યું.અક્ષય કુમાર સાથે હાઉસફુલ ટુ અને ખિલાડી ૭૮૬ માં કામ કર્યું. તેણે અજય દેવગણ સાથે બોલ બચ્ચનમાં કામ કર્યું અને અભિષેક બચ્ચન સાથે ઓલ ઇઝ વેલમાં કામ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું અભિષેક બચ્ચન સાથેની આ ફિલ્મ તેની કારકિર્દીની છેલ્લી ફિલ હતી.
