રાઇઝ ઓફ ધ લિજેન્ડ’ ફિલ્મને વિશ્વના ૧૦૦ દેશોના ૫૦ હજારથી વધુ સિનેમાગૃહોમાં રિલીઝ કરવાની તમામ તૈયારીઓ દિવાળી પહેલાં જ થઇ ગઇ હતી. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ૪૦૦૦ કરોડ રૂપિયામાં આકાર પામ્યો છે. સૌથી પહેલું સ્ક્રીનિંગ લોસ એન્જેલસમાં થયું હતું. આ વિરાટ પ્રોજેક્ટમાં ફિલ્મના ડબિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ કરાયો છે, એ યુવાની વ્યાપક ચર્ચા થઇ રહી છે. ત્યારે ફિલ્મના નિર્માતા નિતેશ તિવારી એ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે ફિલ્મના ડબિંગમાં એઆઇનો ઉપયોગ કરાયો છે, પણ તેનો ઉપયોગ માત્ર લિપ-સિન્ક માટે જ કરાયો છે. ફિલ્મનું ડબિંગ તો અસલ કલાકારો દ્વારા જ કરાયું છે.
આટલું જ નિતેશ તિવારીએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે સ્થાનિક દર્શકોને ધ્યાનમાં રાખીને પાત્રોને વધુ સ્વાભાવિક બનાવવા માટે એઆઇની મદદ લેવામાં આવી છે. આમ, કલાકારો પાસે જ ડબિંગ કરવામાં આવ્યું છે અને તેમના અવાજને વધુ સારો બનાવવા તેમજ એમાં સ્થાનિક ભાષાનાં અંદાજ ઉમેરવા ‘બ્રહ્મા એઆઇ’ને ઉપયોગ કરવામાં આવ્યો છે.
લોસ એન્જલસમાં ફિલ્મના પ્રિમિયરમાં બોલાતા નિતેશ તિવારીએ એમ પણ કહ્યું હતું કે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ માત્ર હોઠની ગતિવિધિઓને વિવિધ ભાષામાં સંવાદ સાથે સુમેળ કરવા માટે કરવામાં આવ્યો છે જ્યારે અન્ય તમામ અવાજ તો કલાકારો દ્વારા જ રેકોર્ડ કરાયા છે. જ્યાં સુધી એઆઇની વાત છે, તેનો ઉપયોગ માત્ર લિપ-સિન્ક કરવા માટે જ થઇ રહ્યો છે, જેથી આપણે ફિલ્મને તેની ભાષામાં દુનિયા સમક્ષ રજૂ કરી શકીએ. એઆઇનો ઉપયોગ ફક્ત લિપ-મુવમેન્ટને યોગ્ય રીતે કરવા માટે જ કરવામાં આવ્યો છે, જેથી પ્રેક્ષકો તેમની મૂળ ભાષામાં તેનો આનંદ માણી શકે. ડબિંગમાં કોઇ એઆઇનો ઉપયોગ કરાયો નથી,’ એમ તેમણે ઉમેર્યું હતું.
ફિલ્મના વર્લ્ડ પ્રીમિયર વિશે વાત કરતા નિમેશે કહ્યું, ‘મને લાગે છે કે આ એકંદરે તો ભારતીય સિનેમા માટે અત્યંત મહત્વપૂર્ણ ઘટના છે. ભારતીય સિનેમાના ૧૦૦ વર્ષથી વધુ સમય પછી એ કહેવું એક વાત છે કે ત્યાં એક સ્ક્રિનિંગ છે અને બીજી વાત એ છે કે અમેરિકામાં એક આખું શહેર છે, જેના પર ‘રામાયણ’ના હોર્ડિંગ્સ છે.’
તેમણે ઉમેર્યું કે ફિલ્મનું અમેરિકન સ્ક્રિનિંગ માત્ર જિજ્ઞાાસા પેદા કરવાનો જ નહીં, પણ વિશ્વસનીયતા પણ છે. ‘રામાયણ’ પાંચ નવેમ્બરે વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થઈ. જ્યારે તેનો બીજો ભાગ ૨૦૨૮ની દિવાળી દરમિયાન આવવાની ધારણા છે.’
