ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે ‘મોરના ઇંડા ચિતરવા ન પડે’ સાદી ભાષામાં એનો અર્થ એવો થાય કે સિદ્ધહસ્ત વ્યક્તિના સંતાનમાં એમની જેવા ગુણો આપોઆપ આવી જાય. મરાઠી અને હિન્દી સિનેમાના એક્ટર ડિરેક્ટર આદિનાથ કોઠારે માટે બેધડક આવુ જ કહી શકાય. આદિનાથ અનેક એવોર્ડ વિનિંગ મરાઠી ફિલ્મો આપનાર ડિરેક્ટર મહેશ કોઠારેનો પુત્ર છે. મહેશ કોઠારેએ સંજીવ કુમારનો લીડ રોલ ધરાવતી ફિલ્મ ‘રાજા ઔર રંક’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ડબલ રોલ કરી કરીઅરની શરૂઆત કરી પછી તેઓ મરાઠી સિનેમાના ટોપના એક્ટર બન્યા. સ્ક્રીપ્ટ રાઇટિંગનો શોખ હોવાથી એમણે કેટલીક મરાઠી મૂવીજ લખી અને ડિરેક્ટર પણ કરી. એક્ટર- ડિરેક્ટર તરીકે મહેશ કોઠારેએ ફિલ્મફેર અને સ્ક્રીન જેવા ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ જીતી ચુક્યો છે. મરાઠી સિનેમામાં ડોલ્બી સાઉન્ડ અને ૩ડી જેવી અત્યાધુનિક ટેક્નોલોજી લા વવાનો શ્રેય એમને જાય છે. વરસોના અનુભવ બાદ એમણે કોઠારે વિજન નામના એક પ્રોડક્શન હાઉસની સ્થાપના કરી અને પુત્ર આદિનાથના સંગાથમાં ઘણી મરાઠી ટીવી સિરીયલો અને ફિલ્મો બનાવી.
૪૨ વરસના આદિનાથને પિતા મહેશ કોઠારે પાસેથી સિનેમા પ્રત્યેનું પેશન વારસામાં મળ્યું છે. એક્ટર તરીકે એ મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ એવોર્ડ ઉપરાંત ૩ ફિલ્મફેર મરાઠી એવોર્ડસ અને ૪ ઝી ચિત્ર ગૌરવ પુરસ્કાર જીતી ચૂક્યો છે. સૌથી ઉલ્લેખનીય વાત એ છે કે આદિનાથ કોઠારેને ૨૦૧૯માં એની ડિરેક્ટર તરીકેની પહેલી જ ફીચર ફિલ્મ ‘પાણી’ માટે પર્યાવરણ સંરક્ષણનો થીમ ધરાવતી બેસ્ટ મૂવી રતીકે નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત થયો હતો. આવો મલ્ટી- ટેલેન્ટેડ આર્ટિસ્ટ ડિરેક્ટર નીતેશ તિવારીની ‘રામાયણ’માં રામના નાના ભાઇ ભરતનું પાત્ર ભજવે છે. એ પણ કેવો વિચિત્ર યોગાનુયોગ કહેવાય કે હાલમાં જ રિલીઝ થયેલી યામી ગૌતમ ઘર સ્ટારર ‘નયી નવેલી’માં રાવણનો રોલ કરી ચુકેલો આદિનાથ દિવાળી ટાંકણે રિલીઝ થનારી ‘રામાયણઃ રાઇઝ ઓફ ધ લેજન્ડ’માં આદર્શ ભાઇ ભરતના કેરેક્ટરમાં જોવા મળ્યો. તાજેતરમાં કોઠારેને આવા વિરોધાભાસી યોગાનુયોગ વિશે પૂછાતા એણે એને એક ‘દૈવી હસ્તક્ષેપ’ ગણાવતા કહ્યું ‘નય્યી નવેલી આપણી પૌરાણિક કથામાં મૂળ ધરાવતી એક ફેન્ટસી ફિલ્મ છે જ્યારે રામાયણ તો આપણો ઉજ્જવળ ઇતિહાસ છે. એટલે મારા મતે એ બંને એકબીજાથી સાવ જુદા પ્રોજેક્ટ છે, પરંતુ મને એ બે પ્રોજેક્ટસ મારફત રામની જીવન કથા સાથે જોડાવા મળ્યું એને હું એક અલૌકિક કૃપા જ માનું છું.’
રણબીર કપૂર, સાઇ પલ્લવી, યશ અને સની દેઉલ સ્ટારર મેરનમ ઓપસમાં કોઠઆરેને ભરતનો રોલ કઇ રીતે મળ્યો એની પાછળ પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. નીતેશ તિવારી ડિરેક્ટેડ માયથોલોજીમાં પોતે પહેલા લક્ષ્મણના રોલ માટે ઓડિશન આપ્યું હતું એવું રહસ્યોદઘાટન કરતા આદિનાથ કહે છે, ‘લક્ષ્મણ એક સશક્ત પાત્ર હોવાથી મારી જેવા ઘણાં એક્ટરે એ રોલ માટે જ ટેસ્ટ આપ્યો હતો. એ રોલ મારફત મેકર્સ એનું જાણવા માગતા હતા કે તમે રામના ફેમિલી અને એમની દુનિયામાં બંધબેસતા આવો છો કે નહિ, એટલે મેં પણ લક્ષ્મણ માટે લુક ટેસ્ટ આપ્યો. અને નવાઇની વાત જુઓ કે છ મહિના બાદ વન ફઆઇન મોર્નિંગ મને કોલ આવ્યો કે તમારી ભરતના રોલ માટે પસંદગી થઇ છે.’
કોઠારેને મન આ તકનું અનેરુ મહત્વ છે. ક્યારેક મને એવો વિચાર આવે છે કે ભરત ન હોત તો આપણને કદાચ રામાયણ પણ ન મળત. રામાયણનું દરેક પાત્રનું આપણી સંસ્કૃતિ સાથે ઉંડુ સંધાણ છે.’ એની ટીપ્પણ એક્ટર કરે છે.ડિરેક્ટર તિવારીના વિજનને સ્ક્રીન પર સાકાર કરવું દરેક આર્ટિસ્ટ માટે એક અસીમ આનંદ બની રહ્યો. આદિનાથના જણાવવા મુજબ તિવારી અને પ્રોુડયુસર નમિત મલ્હોત્રા છેક ૨૦૧૬થી બે પાર્ટમાં બનનારી રામાયણની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા હતા. જ્યારે વિજ્યુઅલ ઇફેક્ટસનું કામ ૨૦૧૭-૧૮ની આસપાસ શરૂ થયું. સ્ક્રીપ્ટ રીડિંગ પણ એક નિર્ણાયક ક્ષણ બની રહી અને એમાં ડિરેક્ટરે કાસ્ટને અયોધ્યા, મિથીલા અને લંકાના વિજ્યુઅલ્સ બતાવ્યા. મેકર્સે ચિત્રકુટના જંગલ સહિતના સીન્સ શૂટ કરવા ભવ્ય સેટ ઉભા કર્યા હતા. એમણે એક એવું સુંદર વિશ્વ ઉભું કર્યું હતું કે એની વચ્ચે રહીને આપણને એવી અનુભૂતિ થાય કે, આપણે ખરેખર એ સતયુગમાં જ છીઅ એમ કોઠારે સમાપનમાં કહે છે.
