પ્રિયંકા ચોપડા જોનાસનો એક દાયકો,મરાઠી ફિલ્મ વેન્ટિલેટર ટુ બનાવશે

પ્રિયંકા ચોપડા જોનાસે તેના પ્રોડકશન બેનર પરપલ પેબલ પિક્ચર બેનર તળે બનાવવામાં આવેલી પહેલી ફિલ્મ વેન્ટિલેટરની સિક્વલ વેન્ટિલેટર ટુ બનાવવાની જાહેરાત કરી હતી. ૨૦૧૬માં વેન્ટિલેટર ફિલ્મ બનાવી નિર્માણ ક્ષેત્રે પ્રિયંકાએ કદમ મુક્યા હતા.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે દસ વર્ષ અગાઉ મેં કશોક અર્થ ધરાવતી સ્ટોરીઓ કહેવાનું નક્કી કરી આ નિર્માણ હાઉસ શરૃ કર્યું હતું. અમારી પ્રથમ ફિલ્મ વેન્ટિલેટર હતી. દસ વર્ષ બાદ રાજેશ માપુસકર ફરી આ ફિલ્મની કથા લખી રહ્યા છે અને તેઓ આ ફિલ્મનું નિર્દેશન કરશે.

ફિલ્મના કળાકારો તથા કસબીઓની જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મને ૨૦૨૭માં રજૂ કરવાની નેમ જાહેર કરવામાં આવી છે. પહેલી વેન્ટિલેટર ફિલ્મમાં કર્માકર પરિવારના મોભી વેન્ટિલેટર પર જતાં પરિવારને કેવી સમસ્યાઓ નડે છે તેનું બયાન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *