દિવાળી પાર્ટીમાં દીકરાની ગર્લફ્રેન્ડને સાથે લાવી

મનિષ મલ્હોત્રાએ યોજેલી દિવાળીની પાર્ટીમાં ફિલ્મસ્ટાર્સની ભીડમાં માધુરી દિક્ષિત નેને અને ડો. શ્રીરામ નેનેના મોટા પુત્ર અરિન નેનેએ તેની ગર્લ ફ્રેન્ડ ખુશી સાથે તસવીરો પડાવી આશ્ચર્ય સર્જ્યું હતું. અરિન અને ખુશીએ માધુરી અને ડો. શ્રીરામ નેને સાથે હસતાં મોંએ તસવીરો પડાવી હતી. ખુશીએ ઇન્સ્ટા પર આ દિવાળીની ઉજવણીની પાર્ટીની તસવીરો શેર કરી હતી

મે મહિનામાં ખુશીએ અરિન સાથે યુએસમાં પાડેલી તસવીર શેર કરતાં બંને વચ્ચે ડેટિંગ થઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. માધુરી અને શ્રીરામ નેનેના બે પુત્રો અરિન અને ર્યાનમાંથી અરિન મોટો છે. તેણે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મમાં કરણ જોહરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું.

એક મુલાકાતમાં માધુરીએ જણાવ્યા અનુસાર અરિનને મ્યુઝિકનો જબરદસ્ત શોખ છે. એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર સાયન્સ વિષયમાં મેજર કરનાર અરિન એપલ કંપનીમાં નોઇઝ રિડક્શન પ્રોેજેક્ટસમાં કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *