ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના કાફલા સાથે એક અકસ્માત સર્જાયો છે. કાફલાની પાછળ ચાલી રહેલી ગાડીઓ અચાનક એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. જોકે, આ ઘટનામાં રાહુલ ગાંધી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓનો અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
મળતી માહિતી મુજબ, આ અકસ્માત એક્સપ્રેસવે પર હલિયાપુર નજીક 89.5 કિલોમીટર માઈલસ્ટોન પર બન્યો હતો. રાહુલ ગાંધીના કાફલાની પાછળ ઝડપથી આવી રહેલા વાહનો વચ્ચે આ ટક્કર થઈ હતી. ટક્કર બાદ ઘટનાસ્થળે ક્ષણભર માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ છે કે નહીં તેમજ અકસ્માતનું અસલી કારણ શું હતું તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
