પોડકાસ્ટિંગ અને ડિજિટલ સ્ટારડમ

અમેરિકન મનોરંજન જગતમાં સોફિયા ફ્રેન્કલિન પોતાની સ્પષ્ટવક્તા શૈલી, નિખાલસતા અને બોલ્ડ વ્યક્તિત્વ માટે જાણીતી છે. હોલિવુડ સ્ટાર બનવાના બદલે પોડકાસ્ટ હોસ્ટ, ડિજિટલ મીડિયા પર્સનાલિટી અને લેખિકા તરીકે તેણે મોટી સંખ્યામાં ચાહકો મેળવ્યા છે. તેનું કરીઅર સાબિત કરે છે કે મોટા પડદા સિવાય પણ વાતચીતની અનોખી શૈલી દ્વારા વૈશ્વિક સ્ટારડમ હાંસલ કરી શકાય છે. સોફિયાને ખરી લોકપ્રિયતા ૨૦૧૮માં એલેક્સ કૂપર સાથે શરૂ કરેલા પોડકાસ્ટ ‘કોલ હર ડેડી’થી મળી હતી. સંબંધો અને જીવનશૈલી પરની બેધડક ચર્ચાને લીધે તે ખૂબ સફળ રહ્યો, પરંતુ ૨૦૨૦માં વ્યાવસાયિક મતભેદોને કારણે બંને અલગ થઈ ગયાં. આ મુશ્કેલીને તકમાં ફેરવી સોફિયાએ ઓક્ટોબર ૨૦૨૦માં પોતાનો સ્વતંત્ર પોડકાસ્ટ ‘સોફિયા વિથ એન એફ’ શરૂ કર્યાે, જેમાં તેણે માનસિક સંઘર્ષ અને અંગત અનુભવોને વધુ મુક્તપણે રજૂ કર્યા.


વર્ષ ૨૦૨૬માં તેની કારકિર્દી એક મહત્વના વળાંક પર પહોંચી છે. ૧૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સિમોન એન્ડ શૂસ્ટર દ્વારા તેના સંસ્મરણો ‘ડેડી ઈશ્યુસ’ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ રહ્યાં છે, જેમાં શો છોડયા પછીની સફર અને ઓળખ પુનઃ સ્થાપિત કરવાના અનુભવો આલેખાયા છે. અંગત મોરચે પણ જ્હોન મેસામોર સાથે લગ્ન કરીને સોફિયાએ જીવનનો નવો અને સંતોષકારક અધ્યાય શરૂ કર્યાે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *