ચૂંટણીમાં કુબેરનગરમાં વોર્ડમાં વી.વી.તોમર સ્કૂલમાં બે યુવકનું કોઇક વ્યકિતએ બોગસ મતદાન કર્યું હતું. જે બાબતે પૂછપરછ કરવા ગયેલા યુવક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવકને આંખે ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે કોગ્રેસના ઉમેદવાર સહિત ચાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મેઘાણીનગરમાં યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં કોગ્રેસના ઉમેદવાર નિકુંજસિંગ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કાકાના દિકરા ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભા હતા.
ગઇકાલે યોજાયેલી ચૂંટણીમાં મતદાન દરમિયાન પાડોશમાં રહેતા બે યુવકો પરત આવીને જાણ કરી હતી કે વી.વી. તોમર સ્કૂલ ખાતે મતદાન કરવા ગયા ત્યારે જાણવા મળ્યું હતું કે તેમનું મતદાન પહેલેથી જ થઈ ગયું છે. બોગસ વોટિંગ અંગે ખાતરી કરવા માટે ગયા ત્યારે ત્યાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સહિત ચાર કાર્યકરોને મતદાન બાબતે પૂછપરછ કરતા ફરિયાદીને પકડીને ગાળો બોલ્યા હતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી સાથે મારા મારી કરી હતી. જેમાં ફરિયાદીને આંખમાં ઈજા થઇ હતી. આરોપીઓએ તેમને જોઈ લઈશ તેવી ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
