જમહેલ રોડ પર કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા મોકાનો લાભ ઉઠાવી એક મહિલા સહિત બે વ્યક્તિ વેપારીની કારમાંથી રોકડા રૃા.૬૫ હજાર તથા કારના ડોક્યૂમેન્ટ લઈ નાસી છૂટતા નવાપુરા પોલીસે બંને સામે ખંડણીનો ગુનો નોંધ્યો છે.
વધુમાં ઉમેર્યું કે ઘટનાના પગલે સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થયું હતું.
તે વખતે એક મહિલા તથા એક પુરૃષે મારા હાથમાંથી કારની ચાવી જબરજસ્તીથી આંચકી લીધી હતી. હું અકસ્માતથી રસ્તા પર પટકાયેલાં બહેનની મદદે ગયો હતો ત્યારે તેઓ બંને મારી કારમાં બેસી ગયા હતા. ત્યારબાદ મેં કારની ચાવી પરત માગતા આપી નહોતી અને તેઓએ કારના ડેશબોર્ડના ખાનામાંથી આરસીબૂક,ઈન્સ્યોરન્સ પોલિસી તથા રોકડા રૃા.૬૫ હજાર કાઢી લીધા હતા. આ બાજુ, પોલીસ અમને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ આવી હતી.
પોલીસ સ્ટેશન ખાતે પણ મેં મારા રૃપિયાની માગ કરતા બંનેએ રૃપિયા પરત નહીં આપી ‘ જો તું વધુ કરીશ અથવા પોલીસને જાણ કરીશ તો હું છેડતીની ખોટી ફરિયાદ આપીશ’ તેવી ધમકી આપી હતી. મહિલાનું નામ સૃષ્ટિ પટેલ અને તેની સાથેના ઈસમનું નામ રાજ સૈયદ હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ સ્ટેશનથી જતી વખતે બંને ‘ બાય..બાય…હેપ્પી દિવાલી’ એમ કહી જતા રહ્યા છે. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે સૃષ્ટિ પટેલ અને રાજ સૈયદ નામની વ્યક્તિની શોધખોળ શરુ કરી છે.પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં આવી
૩૧ ઓક્ટોબરે સાંજે ૬ઃ૩૦ કલાકે સમા સાવલી રોડ પર રહેતા જિગીશાબેન ચૌહાણ(૩૨) વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પોતાનું સ્કૂટર લઈ અક્ષરચોકથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરઝડપે ધસી આવેલ એક કારના ચાલકે એમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જિગીશાબેનને હાથના ભાગે ત્રણ ફ્રેક્ચર થયા હોવાનું તબીબી સારવાર દરમિયાન સામે આવ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે અક્સમાત સર્જનાર જીજે આરએ ૧૮૧૩ના ચાલક સામે ૧ નવેમ્બરે ગુનો નોંધ્યો હતો.
તો બીજીતરફ,નવાપુરા પોલીસના હેડ કોન્સ્ટેબલ હારૃનભાઈનું કહેવું છે કે ૩૧ ઓક્ટોબરે રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યે તઓ પોલીસ સ્ટેશન બહાર ઊભા હતા તે વખતે જયરત્ન ચાર રસ્તા તરફથી એક કાર વાંકીચૂકી દોડી રહી હોઈ તેને રોકી તપાસ કરતા કારચાલક હસમુખ ભગવતી પ્રસાદ શર્મા નશાની હાલતમાં હતો. પોલીસે હસમુખ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી ઉપરોક્ત નંબરની રૃા.૮ લાખની કિમંતની કાર કબજે કરી હતી.
