રાજકોટમાં રહેતી મહિલાને પુર્વ પતિએ ચારિત્ર પર દાગ લગાવવા માટે પુર્વ પ્રેમીના મહીલાના ફોટા વાયરલ કરી હેરાન કરતો હોવાની ફરિયાદ પરથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોધી આરોપીની ધરપકડ કરી છે.
બનાવ અંગે મળતી વિગત મુજબ, શહેરમલના એક વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ તેના પુર્વ પતિ સામે ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેના લગ્ન થયા બાદ પતિ સાથે મનમેળ ના હોય મહિલાએ છુટાછેડાનો કેસ કર્યો હતો.
કોર્ટમાં કેસ ચાલતો હોય જેથી ઉશ્કેરાયેલા પુર્વ પતિએ મહિલાના ઈન્સ્ટાગ્રામ મારફતે તેના જુના પ્રેમીના ફોટા મેળવી મહિલાના સગ્ગા સબંધી તેમજ પરીચીતોના ફોટા બતાવી તેમજ વ્હોટ્સએપમાં ફોટા વાયરલ કર્યા હતાં. જે તેના પરીચીતો તેમજ તેના પરીવારજનો મારફતે જાણવા મળતા તેને તપાસ કરી ફરીયાદ કરી હતી.
બનાવને પગલે સાયબર ક્રાઇમ પીઆઈ બીબી જાડેજા અને ટીમે આરોપીને પકડી પૂછતાછ કરતાં તેને કોર્ટમાં કેસ ચાલતો હોય જેથી તે પરત ખેંચવા માટે અવાર નવાર ઝઘડાઓ કરતો હોય બાદમાં આ કૃત્ય આચર્યાનુ કબૂલાત આપી હતી.
