એકાઉન્ટ બનાવી નાણાં સગેવગે કરનાર કુંભારવાડાના શખ્સ સામે ફરિયાદ

એકાઉન્ટ બનાવી નાણાં સગેવગે કરનાર કુંભારવાડાના શખ્સ સામે ફરિયાદ

ભાવનગર શહેરમાં સાયબર ક્રાઇમ પોલીસે કરોડો રૃપિયાના ઓનલાઇન નાણાકીય ફ્રોડના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક શખ્સના બેંક એકાઉન્ટનો ‘મ્યુલ એકાઉન્ટદ (સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે વપરાતું ખાતું) તરીકે ઉપયોગ કરી માત્ર ચાર દિવસમાં રૃ.૧.૪૧ કરોડથી વધુની રકમની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ વિગતો અનુસાર, સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા હાથ ધરાયેલી ચકાસણી દરમિયાન આઇડીબીઆઇ બેંક વાઘાવાડી રોડ શાખાના એકાઉન્ટ નંબરમાં શંકાસ્પદ વ્યવહારો જણાયા હતા. તપાસ દરમિયાન માલૂમ પડયું કે તારીખ ૧૦ નવેમ્બર ૨૦૨૫ થી ૧૩ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં એનઈએફટી અને યુપીઆઈ મારફતે આ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોટગ પોર્ટલ પર નોંધાયેલી ૧૨ જેટલી અરજીઓના કુલ રૃ.૪૬,૨૪,૯૯૯ તથા અન્ય રૃ.૯૫,૧૬,૫૬૩ મળી કુલ રૃ.૧,૪૧,૪૫,૫૬૨ આ ખાતામાં જમા થયા હતા.સુનીલ વેલજીભાઇ કારેલીયાએ આ રકમમાંથી રૃ.૧,૪૧,૨૦,૦૧૫ જેટલી મોટી રકમ યુપીઆઈ અને ચેક મારફતે ઉપાડી લઇને સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરી દીધા હતા. તપાસમાં આ મ્યુલ એકાઉન્ટ ધારકનું નામ સુનીલ વેલજીભાઇ કારેલીયા (રહે. વણકર સોસાયટી, કુંભારવાડા, ભાવનગર) હોવાનું ખુલ્યું હતું.

આ મામલે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે સુનીલ કારેલીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૧૭(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. બી.જે. બારડને સોંપી છે. સાયબર ફ્રોડની આ સિન્ડિકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...