જય શ્રી રામના જયઘોષ સાથે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીના પર્વ નિમિત્તે યોજાનારા પરંપરાગત રાવણદહન કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કાર્યક્રમની પૂર્વસંધ્યાએ આ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં વિશાળ પૂતળાં તૈયાર કરીને સ્થળ પર ઊભાં કરી દેવામાં આવ્યાં છે.
પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પૂતળાં ઊભાં કરી દેવામાં આવતાં હવે રાવણદહનના કાર્યક્રમને આખરી ઓપ અપાયો છે અને નગરજનોમાં પણ આ પરંપરાગત ઉત્સવને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે.
