છેલ્લા 3 માસમાં પકડાયેલી 4,058 બોટલ સહિત રૂ.10.67 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

છેલ્લા 3 માસમાં પકડાયેલી 4,058 બોટલ સહિત રૂ.10.67 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

જામનગર જિલ્લાના ધ્રોલ તથા જોડિયા પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન દારૂબંધીના કાયદા હેઠળ પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નાની-મોટી કુલ 4,058 બોટલ સહિત અંદાજે રૂ.10.67 લાખની કિંમતના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન ગ્રામ્ય ડીવાયએસપી પીયુષ વાંદા, ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઈ, જોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશાબંધી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા વિવિધ સ્થળોએથી પકડવામાં આવેલા દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાશ કરવામાં આવ્યો હતો. દારૂબંધીના કાયદાના અમલ અને ગેરકાયદે દારૂના વેચાણ સામેની કાર્યવાહી અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...