પારિવારિક ત્રાસથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા પીધી

પારિવારિક ત્રાસથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા પીધી

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પારિવારિક વિવાદ અને ત્રાસથી કંટાળીને એક યુવકે ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પત્ની સહિત ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના કુંભારવાડા શીતળામાની દેરી પાસે રહેતા અને હીરા ઘસવાનું મજૂરી કામ કરતા ૩૨ વર્ષીય ભાવેશભાઈ ધીરુભાઈ મેરે પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ગત ૦૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ બપોરના સમયે કુંભારવાડા વિસ્તારમાં હતા. છેલ્લા કેટલાક સમયથી તેમના પત્ની મનીષાબેન, સાસુ વિનુબેન, પાટલા સાસુ નિતાબેન રવજીભાઈ અને સાળો સંજય અવારનવાર પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસ બાબતે ઝઘડો કરતા હતા.

એટલું જ નહીં, તમામ લોકોએ તેમને અવારનવાર માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.આ સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ભાવેશભાઈએ ઉંદર મારવાની દવા પી લીધી હતી. તબિયત લથડતા અને ચક્કર આવવા લાગતા તેમણે મિત્ર કાનાભાઈને જાણ કરી હતી, જેમણે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી ભાવેશભાઈને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા. હાલ ભોગ બનનાર યુવક સંપૂર્ણ ભાનમાં છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.આ બનાવ અંગે બોરતળાવ પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે પત્ની મનીષાબેન, સાસુ વિનુબેન, નીતાબેન અને સંજય વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...