અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં 6,400 લોકોએ બનાવી સૌથી મોટી માનવ રંગોળી

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં 6,400 લોકોએ બનાવી સૌથી મોટી માનવ રંગોળી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે (છઠ્ઠી ઓક્ટોમ્બર) GMDC ગ્રાઉન્ડ ખાતે સમકાલીન મંડલા આર્ટ દર્શાવતી સૌથી મોટી માનવ રંગોળી બનાવીને એક નવો અનોખો રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. વહેલી સવારે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં કુલ 6,424 લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને આ માનવ રંગોળીની આકૃતિ તૈયાર કરી હતી.

આ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ભાગ લેનાર તમામ 6,424 સહભાગીઓ ખાસ ગોળાકાર પટ્ટાઓમાં શિસ્તબદ્ધ રીતે ગોઠવાયા હતા. તમામ સહભાગીઓએ વિવિધ રંગબેરંગી ટોપીઓ પહેરી હતી, જેના કારણે આકાશમાંથી જોવા મળતો આ મંડલા આર્ટનો નજારો અત્યંત આકર્ષક અને મનમોહક લાગતો હતો.

આ આકર્ષક સમકાલીન મંડલા આર્ટની માનવ આકૃતિની મધ્યમાં (સેન્ટરમાં) માનવ શૃંખલા દ્વારા જ સ્પષ્ટપણે ‘BHARAT’ શબ્દ આલેખવામાં આવ્યો હતો, જે આખી રંગોળીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. AMC દ્વારા યોજાયેલા આ વિરાટ આયોજને શહેરીજનોમાં ભારે ઉત્સાહ વધાર્યો હતો અને એશિયા બુક ઑફ રેકોર્ડ્સમાં અમદાવાદનું વધુ એક ગૌરવપૂર્ણ સ્થાન

ઉલ્લેખનીય છેકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માનવ આકૃતિ (માનવ રંગોળી) કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત Asia Book of Records દ્વારા Largest Human Formation Depicting a Contemporary Mandala Art તરીકે નોંધવામાં આવ્યો છે. આ અનોખી રચનામાં કુલ 6,424 સહભાગીઓ દ્વારા સપ્તધારાની થીમ આધારિત સમકાલીન મંડલા આર્ટનું જીવંત નિર્માણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...