દર્શને ગયેલા વડોદરાના વૃધ્ધનું અકસ્માતમાં કરૃણ મોત

દર્શને ગયેલા વડોદરાના વૃધ્ધનું અકસ્માતમાં કરૃણ મોત

વડોદરાથી કરનાળી દર્શન માટે ગયેલા વૃધ્ધનું બુજેઠા જવાના રોડ પર પીપળીયા પાસે અકસ્માતમાં મોત નિપજ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ દિવાળીપુરા વિસ્તારમાં મકરંદ દેસાઇરોડ પર આવેલી શાન્તાપાર્ક સોસાયટીમાં રહેતા નિધીશ વિનાયકભાઇ પંડયા (ઉ.વ.૬૨) તા.૩૦ના રોજ સવારે ઘેરથી કરનાળી દર્શન માટે પોતાનું મોપેડ લઇને નીકળ્યા હતાં. તેઓ દર્શન કરી કરનાળીથી બુજેઠારોડ પર પીપળીયા ગામની સીમમાંથી પસાર થતા હતા ત્યારે સામેથી આવતી એક બાઇક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક ભરત બાબુભાઇ તડવી અને તેમના પુત્ર શિવમને ઇજા થઇ હતી. જ્યારે નિધીશભાઇને પણ ગંભીર ઇજા થતા તેમને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેમનું આજે મોત નિપજ્યું છે.

અકસ્માતના અન્ય બનાવમાં સાવલી તાલુકાના કુનપાડ ગામે રાત્રે ખેતરમાં સાઇકલ લઇને જતા ભારતસિંહ નારસિંહ વાઘેલા (ઉ.વ.૭૫)ને પાણીની નાની કેનાલ પાસે એક બાઇક સાથે અકસ્માત થતાં ભારતસિંહનું મોત નિપજ્યું હતું જ્યારે બાઇકના ચાલક યશરાજ ઠાકોર સોલંકી (રહે.સિસોદીયાપુરા, તા.સાવલી)ને ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...