મુછાળા ભગવાનના દર્શને જતા પગપાળા યાત્રાળુઓ કપડાંમાં રેડિયમ સ્ટીકર ચોંટાડ્યા

મુછાળા ભગવાનના દર્શને જતા પગપાળા યાત્રાળુઓ કપડાંમાં રેડિયમ સ્ટીકર ચોંટાડ્યા

પૂનમ નિમિત્તે વાવ-થરાદ જિલ્લામાં આવેલા ઢીમા ખાતે ‘મુછાળા ભગવાન’ના દર્શનાર્થે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે. રાત્રિના ગાઢ અંધારામાં હાઈવે કે મુખ્ય માર્ગો પરથી પસાર થતા આ પદયાત્રીઓ માર્ગ અકસ્માતનો ભોગ ન બને અને તેમની શ્રદ્ધાયાત્રા સુરક્ષિત રહે તે હેતુથી વાવ-થરાદ પોલીસ વિભાગ દ્વારા પદયાત્રાળુઓના કપડાં, સામાન અને બેગ પર રેડિયમ સ્ટીકર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

વાવ-થરાદ પોલીસ ટીમ દ્વારા રાત્રિના સમયે માર્ગો પરથી પસાર થતા પદયાત્રાળુઓના કપડાં, સામાન અને બેગ પર રેડિયમ સ્ટીકર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાત્રિના સમયે દૂરથી આવતા વાહનોની લાઈટ આ સ્ટીકર પર પડતાં જ તે ચમકી ઉઠશે, જેનાથી વાહનચાલકોને દૂરથી જ ખ્યાલ આવી જશે કે માર્ગ પર આગળ પગપાળા યાત્રાળુઓ જઈ રહ્યા છે. પોલીસની આ યુક્તિથી પૂરઝડપે આવતા વાહનોના કારણે થતા અકસ્માતો અટકાવી શકાશે.

આ ઉપરાંત, પોલીસ વિભાગનો કાફલો ઢીમા યાત્રાધામ તરફ જતા તમામ મુખ્ય માર્ગો પર સતત પેટ્રોલીંગ કરી રહ્યો છે અને યાત્રાળુઓને જરૂરી માર્ગદર્શન તથા સુરક્ષા પૂરી પાડી રહ્યો છે. વાવ-થરાદ પોલીસની આ માનવતાવાદી અને પ્રજાભિમુખ કામગીરીથી યાત્રાળુઓ નિર્ભય બનીને યાત્રા કરી રહ્યા છે, જેને પગલે શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા પોલીસ તંત્રની ભારે સરાહના કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...