ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના દરિયામાં ડૂબવાથી 19 વર્ષીય યુવકનું મોત

ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના દરિયામાં ડૂબવાથી 19 વર્ષીય યુવકનું મોત

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચબંદર ગામે શુક્રવારે (25મી સપ્ટેમ્બર) ગણેશ વિસર્જન દરમિયાન દરિયામાં યુવક ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી હતી. વિસર્જન કરતી વખતે દરિયાના ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં 3 યુવકો ડૂબવા લાગ્યા હતા. જેમાંથી સ્થાનિકોની ત્વરિત કામગીરીથી 2 યુવકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 19 વર્ષીય એક યુવક લાપતા બન્યો હતો. મોડી રાતે સ્થાનિક તરવૈયાઓ દ્વારા હાથ ધરાયેલી શોધોખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી અનુસાર, ચાંચબંદર ગામે દરિયાકિનારે ગણેશ વિસર્જન ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દરિયાના કરંટના કારણે ત્રણ યુવકો પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તુરંત જ 2 યુવકોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. જોકે, 19 વર્ષીય વીરસંગ ગુજરિયા નામનો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં લાપતા થયો હતો. ઘટનાની જાણ થતાં જ મામલતદાર, પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવ્યો હતો.

તરવૈયાઓની મદદથી દરિયામાં વ્યાપક શોધોખોળ શરૂ કરવામાં આવી હતી. કલાકોની ભારે જહમત બાદ મોડી રાત્રે વીરસંગ ગુજરિયાનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પીએમ અર્થે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પવિત્ર તહેવારના દિવસે જ યુવાન પુત્રના અકાળે અવસાનથી પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...