ફેસબુક પોસ્ટ મુદ્દે ભાજપના બે જૂથ વચ્ચે ડભોઈ ગામે જાહેરમાં મારામારી

ફેસબુક પોસ્ટ મુદ્દે ભાજપના બે જૂથ વચ્ચે ડભોઈ ગામે જાહેરમાં મારામારી

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા ભીલાપુર ગામે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી એક પોસ્ટના કારણે રાજકીય માહોલ ભારે ગરમાયો છે. ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેવી વિવાદાસ્પદ પોસ્ટ ફેસબૂક પર મૂકાયા બાદ ભાજપના જ બે જૂથના કાર્યકરો વચ્ચે તીખા અણબનાવ સાથે જાહેરમાં મારામારી થઈ હતી. ગામના મુખ્ય માર્ગ પર બંને જૂથો સામસામે આવી જતાં અફરાતફરી મચી ગઈ હતી અને ભારે બોલાચાલી બાદ જૂથ અથડામણ થઈ હતી. આ હિંસક ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે, જેનાથી સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.

ભીલાપુર ગામમાં ભાજપના કાર્યકરો વચ્ચે જૂથબંધી નવી નથી. જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાયા બાદથી જ અહીં પક્ષમાં બે અલગ-અલગ જૂથો સક્રિય થઈ ગયા હતા. દરમિયાન તાજેતરમાં ગામની રેશનિંગ દુકાનનું લાઈસન્સ સસ્પેન્ડ થતાં જ બંને જૂથ વચ્ચેનું અંતર અને રોષ વધુ ઘેરો બન્યો હતો. આ ઘટના બાદ બંને જૂથના કાર્યકરો અવારનવાર એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા હતા, જેનું પરિણામ આખરે રસ્તા પરની હિંસક મારામારીમાં આવ્યું હતું.ગઈકાલે ભાજપના એક જૂથના કાર્યકરે ફેસબૂક પર ‘ગામમાં દારૂ મળે છે’ તેવી પોસ્ટ મૂકી હતી.

આ પોસ્ટને કારણે બીજું જૂથ ઉશ્કેરાઈ ગયું હતું અને બપોરના સમયે ગામના મુખ્ય માર્ગ પર બંને પક્ષો આમનેસામને આવી ગયા હતા. મારામારી દરમિયાન પરેશ જયેશભાઈ પટેલ અને કિરણ પ્રદીપભાઈ પટેલ નામના બે વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો, જોકે મોડી સાંજ સુધી આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...