વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારની એક સગીરાનું અપહરણ કરી જનાર મુંબઇના યુવકને પોલીસે ઝડપી પાડયો છે.
લક્ષ્મીપુરાની સગીરા સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહેતો મુંબઇના નાલાસોપારા વિસ્તારનો અંકુલ યાદવ મૂળ યુપીનો વતની છે.કેટલાક સમયથી તે સગીરાને ફોસલાવીને લગ્નની લાલચ આપતો હતો અને એક એક સપ્તાહ પહેલાં તેણે સગીરાનું અપહરણ કર્યું હતું.
બનાવને પગલે લક્ષ્મીપુરાના પીઆઇએ ટીમો બનાવી જુદાજુદા પોલીસ સ્ટેશનોને સગીરાની માહિતી મોકલી હતી.આ ઉપરાંત પોલીસ સગીરા અને આરોપીનું લોકેશન પણ ટ્રેસ કરી રહી હતી.આખરે પોલીસને યુવકનું લોકેશન મળતાં તેને નાલાસોપારા ખાતેથી ઝડપી પાડી સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
