રંઘોળાનો ભાવસાગર ડેમ ગઇકાલે ઓવરફ્લો થતા પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઇ છે. તો ૧૫ ગામોને સિંચાઇનો પાણી પ્રશ્ન હલ થયો છે. જ્યારે નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતાં.
ઉપરવાસના પાણીના પ્રવાહના આવકના પગલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ભાવસાગર ડેમ ગઇકાલે ઓવરફ્લો થતા ઓવરફ્લો ડેમો થવાના કારણે રંઘોળામાં ૧૦ થી ૧૫ ગામના ખેડૂતો આનંદ ઉમંગ ઉત્સાહ થઇ ગયો છે. પાણીના સ્ત્રોતને કારણે આ વર્ષે પાણીની સંપૂર્ણ ખએડૂતોને સિંચાઇ માટેનો પ્રશ્ન હલ થઇ ગયું છે. નિચાણવાળા વિસ્તાર દેવળીયા, લંગાલા, ઝાંઝમેર, પીપરાળી, ભાણગઢ જે પણ વિસ્તાર અને સાવધ રહેવાની સૂચના અપાઇ છે. જ્યારે આ વિસ્તારમાં ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હોય મુખ્યત્વે કપાસ અને મગફળીનો પાક સારો ઉતરવાની આશા બંધાઇ છે.
