શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ કોંગ્રેસમાં ઘરવાપસીની તૈયારી? અમિત ચાવડાએ કરી પુષ્ટિ

શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ કોંગ્રેસમાં ઘરવાપસીની તૈયારી? અમિત ચાવડાએ કરી પુષ્ટિ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા (બાપુ) ફરી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. નવ વર્ષના લાંબા સમય બાદ તેમની કોંગ્રેસમાં ઘરવાપસીની તૈયારીઓ ચાલી રહી હોવાની પુષ્ટિ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે.

શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવા આંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘શંકરસિંહ વાઘેલા સહિત અન્ય કેટલાક અગ્રણી નેતાઓને પક્ષમાં આવકારવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા ચાલુ છે. હાઇકમાન્ડ તરફથી લીલીઝંડી મળ્યા બાદ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવા અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણી પહેલાં પોતાના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પક્ષમાં મોટું વિભાજન સર્જ્યું હતું. હવે 9 વર્ષ જેટલા લાંબા સમય બાદ ફરી એકવાર તેમની કોંગ્રેસમાં વાપસી થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...