‘વાઘ ભમરી’નો આતંક 25 દિવસમાં 5ના મોત 200થી વધુ લોકોને ડંખ માર્યા

‘વાઘ ભમરી’નો આતંક 25 દિવસમાં 5ના મોત 200થી વધુ લોકોને ડંખ માર્યા

ઝારખંડના ગિરિડીહ વિસ્તારમાં જંગલી ભમરી (તતૈયા/બિરની) ના હુમલાઓએ ભારે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 25 દિવસમાં જ ભમરીના ઝેરી ડંખના કારણે 5 લોકોના મોત થયા છે, જ્યારે અલગ-અલગ વિસ્તારોમાં 200 થી વધુ લોકો આ હુમલાનો શિકાર બન્યા છે. 60 થી વધુ લોકોને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક તબીબોના જણાવ્યા મુજબ, આ ભમરીનો ડંખ અત્યંત ઝેરી અને ખતરનાક હોય છે. ડંખ મારતા જ શરીરમાં અસહ્ય બળતરા, સોજો અને એલર્જિક રિએક્શન આવે છે. છેલ્લા 4-5 વર્ષોમાં આ વિસ્તારમાં ભમરીના હુમલાથી 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે.

આ જંગલી ભમરીની ઓળખ ‘એશિયન જાયન્ટ હોર્નેટ’ (Asian Giant Hornet – વાઘ ભમરી) તરીકે કરવામાં આવી છે. આ ભમરી લગભગ 1.5 થી 2 ઇંચ લાંબી હોય છે અને તેના શરીર પર વાઘ જેવી પીળી અને કાળી પટ્ટીઓ (લકીરો) હોય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ભમરી શરીર પર ચોંટી જાય પછી જલ્દી છોડતી નથી અને સતત ડંખ મારતી રહે છે.વન વિભાગના રેન્જર અનિલ કુમારના જણાવ્યા અનુસાર, આ પ્રજાતિ અન્ય કોઈ વિસ્તારમાંથી અહીં સ્થળાંતરિત થઈ હોવાની શક્યતા છે.શાળાએથી પરત ફરતી વખતે સરકારી શિક્ષક દેવેન્દ્ર સિંહ પર હુમલો થયો, સારવાર દરમિયાન મોત.

 કાલેશ્વર યાદવ નામના વ્યક્તિનું મોત.

 જંગલમાં બકરી ચરાવવા ગયેલા ધનેશ્વર યાદવ પર હુમલો થતાં મોત.

 સાદિક મિયાંનું મોત.

 સબિયા દેવી નામના મહિલાનું મોત.

 જંગલી ભમરી સવારે અને સાંજના સમયે ખૂબ જ સુસ્ત હોય છે, તેથી તેના પુડા કે ઝૂંડને દૂર કરવા માટે આ સમય સૌથી યોગ્ય માનવામાં આવે છે.

 પાણીમાં ડિટર્જન્ટ પાઉડર (સર્ફ) અથવા લિક્વિડ સોપ મેળવીને તેના પૂડા (છત્તા) પર સ્પ્રે કરી શકાય છે.

 ભમરી દૂર કરવાની કામગીરી કરતી વખતે શરીરને સંપૂર્ણપણે જાડા કપડાંથી ઢાંકીને રાખવું જરૂરી છે.

 વન વિભાગ અને આપદા પ્રબંધન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) ના નિષ્ણાતોની સલાહ અને મદદ લેવી અત્યંત આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...