બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર

બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર

સુરતથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં ઓલપાડના કુડસદ ગામે રાતે બ્રિજ પરથી જતી વેળાએ ચાલકે કાબૂ ગુમાવતા બાઈક પર જતા 4 મિત્રો 50 ફૂટ નીચે પટકાયા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેના સારવાર દરમિયાન મોત થયા હતા. એકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.

આ અકસ્માત કુડસદ ગામ નજીક સર્જાયો હતો. અકસ્માતની ઘટના બનતા જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે 108 ની ટીમને જાણકારી આપીને પોલીસને પણ અકસ્માત વિશે જાણ કરાઈ હતી. સ્થાનિકોએ શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બ્રિજની નીચે ચારેય મિત્રો પટકાતા લોહીલુહાણ સ્થિતિ સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...