હવે શહેરોમાં વીજકાપનો ખતરો, ઔદ્યોગિક ધમધમાટ તો ઠપ, કૃષિ ક્ષેત્રે પણ અસર

હવે શહેરોમાં વીજકાપનો ખતરો, ઔદ્યોગિક ધમધમાટ તો ઠપ, કૃષિ ક્ષેત્રે પણ અસર

વીજ સંકટની સ્થિતિ દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહી છે. ઉત્તર ગુજરાતથી માંડીને કચ્છ સુધીના ઔદ્યોગિક વિસ્તારોમાં સળંગ 8 કલાક (સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી) વીજકાપનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ કડક વીજકાપને કારણે વિવિધ જીઆઈડીસી (GIDC) અને ફેક્ટરીઓમાં કારખાનાનો ધમધમાટ શાંત થઈ ગયો છે અને ચારેય બાજુ નિરવ શાંતિ છવાઈ ગઈ છે. અચાનક લાદવામાં આવેલા આ વીજકાપથી ઉદ્યોગ જગતની કમર ભાંગી ગઈ છે.

તહેવાર બિલકુલ નજીક છે ત્યારે જ આ વીજ કટોકટી સર્જાતા ઉદ્યોગકારો અને વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. આ પીક સીઝનમાં ઉત્પાદન અટકી જવાથી મળેલા ઓર્ડર્સ કેન્સલ થવાની પૂરેપૂરી સંભાવના ઊભી થઈ છે. જો પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવવામાં નહીં આવે તો ફેક્ટરીઓ બંધ થવાના કારણે લાખો શ્રમિકોએ પોતાની રોજીરોટી ગુમાવવી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે

સંકટની સીધી નકારાત્મક અસર માત્ર ઉદ્યોગો પૂરતી સીમિત નથી રહી, પરંતુ ખેતીવાડી ક્ષેત્રે પણ ભારે નુકસાન પહોંચાડી રહી છે. ખેતરોમાં સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં વીજળી ન મળવાના કારણે ખેડૂતોનો વાવેલો પાક બળી જવાની અને સુકાઈ જવાની ભીતિ સર્જાઈ છે. વીજળીના આ ધાંધિયાના પરિણામે આગામી દિવસોમાં રાજ્યને આર્થિક મોરચે મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...