પૂનમ નિમિત્તે વાવ-થરાદ જિલ્લામાં આવેલા ઢીમા ખાતે ‘મુછાળા ભગવાન’ના દર્શનાર્થે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે. રાત્રિના ગાઢ અંધારામાં હાઈવે કે મુખ્ય માર્ગો પરથી પસાર થતા આ પદયાત્રીઓ માર્ગ અકસ્માતનો ભોગ ન બને અને તેમની શ્રદ્ધાયાત્રા સુરક્ષિત રહે તે હેતુથી વાવ-થરાદ પોલીસ વિભાગ દ્વારા પદયાત્રાળુઓના કપડાં, સામાન અને બેગ પર રેડિયમ સ્ટીકર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વાવ-થરાદ પોલીસ ટીમ દ્વારા રાત્રિના સમયે માર્ગો પરથી પસાર થતા પદયાત્રાળુઓના કપડાં, સામાન અને બેગ પર રેડિયમ સ્ટીકર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાત્રિના સમયે દૂરથી આવતા વાહનોની લાઈટ આ સ્ટીકર પર પડતાં જ તે ચમકી ઉઠશે, જેનાથી વાહનચાલકોને દૂરથી જ ખ્યાલ આવી જશે કે માર્ગ પર આગળ પગપાળા યાત્રાળુઓ જઈ રહ્યા છે. પોલીસની આ યુક્તિથી પૂરઝડપે આવતા વાહનોના કારણે થતા અકસ્માતો અટકાવી શકાશે.
