12 ફૂટના મહાકાય મગરનું મોડી રાત્રે રેસ્ક્યુ

12 ફૂટના મહાકાય મગરનું મોડી રાત્રે રેસ્ક્યુ

નદીના પાણી ઓસરતા વડોદરા જિલ્લાઓના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મગરો બહાર આવી રહ્યા હોવાના કિસ્સા બની રહ્યા છે ત્યારે  ગઈકાલે મોડી રાત્રે વડોદરા પાસેના આસોજ ગામે 12 ફૂટના મગરને પકડવા ભારે મુશ્કેલી પડી હતી. આસોજ ગામે 12 ફૂટનો મહાકાય મગર આવી જતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ થતા ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યુઅર નીતિનભાઈ અને ગામના યુવાનોએ મગરને પકડવા કામગીરી કરી હતી. આ દરમિયાન મગર ભાગદોડ કરતો હોવાથી તેને પકડતા નાકેદામાં આવી ગયો હતો. 
આખરે મગરને પકડી લેવામાં સફળતા મળી હતી અને તેને સુરક્ષિત સ્થળે છોડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા લઈ જવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...