સુરતથી ચેન્નઈ વચ્ચેની મુસાફરીમાં હવે સમયનો મોટો બગાડ અટકશે અને 36 કલાકનું લાંબુ અંતર ઘટીને માત્ર 16 કલાકમાં પૂરું થશે. ભારતમાલા પરિયોજના અંતર્ગત તૈયાર થઈ રહેલો આ હાઈ-સ્પીડ એક્સપ્રેસવે ગુજરાતને મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ એમ પાંચ મોટા રાજ્યો સાથે સીધું જોડી દેશે. દેશના સૌથી મહત્ત્વાકાંક્ષી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સામેલ આ કોરિડોર સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ પશ્ચિમ ભારતથી દક્ષિણ ભારત વચ્ચે અત્યાધુનિક લોજિસ્ટિક્સ અને હાઇવે નેટવર્ક ઊભું થશે.
અગાઉ આ એક્સપ્રેસવે 1,271 કિલોમીટર લંબાઈનો પ્રસ્તાવિત હતો. જોકે, તાજેતરમાં વહીવટી અને રૂટ સ્તરે મોટો ફેરફાર કરીને તેના સુરત-નાસિક ખંડને અલગ કરવામાં આવ્યો છે, જેથી હવે આ પ્રોજેક્ટ મુખ્યત્વે ‘નાસિક-ચેન્નઈ એક્સપ્રેસવે’ તરીકે પણ ઓળખાશે અને તેની સીધી લંબાઈ આશરે 900 કિલોમીટર રહેશે. આમ છતાં, આ સમગ્ર કોરિડોર સુરત અને ચેન્નઈ વચ્ચે જ મુખ્ય કનેક્ટિવિટી પૂરી પાડશે. હાલના પરંપરાગત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ભારે ટ્રાફિકને કારણે મુસાફરોને આશરે 35થી 36 કલાકનો થકવી દેતો પ્રવાસ કરવો પડે છે, જે આ નવા એક્સપ્રેસવેથી ઘટીને સીધો 16 કલાક થઈ જશે.
- આ 6-લેન ગ્રીનફિલ્ડ કોરિડોર દેશના અનેક ઔદ્યોગિક, પર્યટન અને ધાર્મિક કેન્દ્રોને સીધા જોડશે:
