ભાદરવી પૂનમ મેળા સ્પેશિયલ ટ્રેન હવે નરોડા, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, જાદર, ઈડર અને વડાલી સ્ટેશને રોકાશે

ભાદરવી પૂનમ મેળા સ્પેશિયલ ટ્રેન હવે નરોડા, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, જાદર, ઈડર અને વડાલી સ્ટેશને રોકાશે

ભાદરવી પૂનમ મેળા સ્પેશિયલ ટ્રેન હવે નરોડા, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, જાદર, ઈડર અને વડાલી સ્ટેશને રોકાશે

સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ ટ્રેનમાં મુસાફરી કરી શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો

અસારવાથી ખેડબ્રહ્માનું ભાડું માત્ર 85 રૂપિયા

ખેડબ્રહ્માથી અંબાજી માટે જીએસઆરટીસી દ્વારા સીધી બસ સેવા ઉપલબ્ધ

ભાદરવી પૂનમ મેળા નિમિત્તે અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય

શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો: સાબરકાંઠા અને અમદાવાદ પશ્ચિમના સાંસદોની રજૂઆત બાદ મેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી

૧ ઓક્ટોબર સુધી દરરોજ દોડશે અસારવા-ખેડબ્રહ્મા-અસારવા મેળા સ્પેશિયલ ટ્રેન; મુસાફરો માટે અનરિઝર્વ્ડ કોચની વ્યવસ્થા

– ૦૯:૩૫ કલાકે અસારવાથી પ્રસ્થાન કરી ટ્રેન ૧૨:૧૦ કલાકે ખેડબ્રહ્મા સ્ટેશને પહોંચશે
– ખેડબ્રહ્માથી બપોરે ૧૫:૩૫ કલાકે ઉપડીને ટ્રેન સાંજે ૧૮:૧૦ કલાકે અસારવા રેલવે સ્ટેશન પર પહોંચશે

હિંમતનગર: 21 સપ્ટેમ્બર 2026

ખેડબ્રહ્મામાં આયોજિત થનારા વિશ્વ પ્રસિદ્ધ “ભાદરવી પૂનમ” મેળામાં ઉમટતા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા અને પરિવહન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા વિશેષ મેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જે 21 સપ્ટેમ્બરથી નરોડા, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, જાદર, ઈડર અને વડાલી સ્ટેશને પણ રોકાશે. આ ટ્રેન માટે અસારવાથી ખેડબ્રહ્માનું ભાડું માત્ર 85 રૂપિયા રાખવામાં આવ્યું છે. વળી, ખેડબ્રહ્માથી અંબાજી જવા માટે જીએસઆરટીસી દ્વારા સીધી બસ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે; જેથી યાત્રાળુઓને સુવિધા રહે.

આ વિશેષ ટ્રેનમાં સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શ્રીમતી શોભનાબેન એમ. બારૈયા 20 સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજથી ખેડબ્રહ્મા સુધી મુસાફરી કરી શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો હતો. મુસાફરી દરમિયાન જાદર અને વડાલી ખાતે વિશેષ ટ્રેનનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદશ્રીએ ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી પગપાળા મંદિર સુધી યાત્રા કરી માં અંબાના દર્શન કરી ધજા ચડાવી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી તેમજ ‘સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬’ અંતર્ગત સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

સાબરકાંઠાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશને કરવામાં આવેલી રજૂઆતના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેનનું સંચાલન ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ થી શરૂ કરી દેવામાં આવ્યું છે, જે આગામી ૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી દરરોજ કાર્યરત રહેશે.

– ૦૯:૩૫ કલાકે અસારવાથી પ્રસ્થાન કરી ટ્રેન ૧૨:૧૦ કલાકે ખેડબ્રહ્મા સ્ટેશને પહોંચશે

મેળા દરમિયાન ભક્તોના ભારે ધસારાને પહોંચી વળવા માટે શરૂ કરાયેલી આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન શ્રદ્ધાળુઓને સુગમ અને સરળ મુસાફરી પૂરી પાડશે. ટ્રેન નંબર ૦૯૪૦૫ અસારવા-ખેડબ્રહ્મા સ્પેશિયલ ૧૯ સપ્ટેમ્બરથી દરરોજ સવારે ૦૯:૩૫ કલાકે અસારવાથી પ્રસ્થાન કરશે. આ ટ્રેન પોતાના રૂટ દરમિયાન નરોડા ખાતે ૦૯:૪૩ કલાકે, તલોદ ખાતે ૧૦:૨૩ કલાકે, પ્રાંતિજ ખાતે ૧૦:૩૮ કલાકે, હિંમતનગર ખાતે ૧૦:૫૮ કલાકે, જાદર ખાતે ૧૧:૧૧ કલાકે ઈડર ખાતે ૧૧:૩૧ કલાકે અને વડાલી ખાતે ૧૧:૪૫ કલાકે પહોંચીને બપોરે ૧૨:૧૦ કલાકે ખેડબ્રહ્મા સ્ટેશને પહોંચશે. ખેડબ્રહ્માથી અંબાજી માટે જીએસઆરટીસી દ્વારા સીધી બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાથી ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓને મેળાના સ્થળ સુધી પહોંચવામાં મોટી રાહત થશે.

– ખેડબ્રહ્માથી બપોરે ૧૫:૩૫ કલાકે ઉપડીને ટ્રેન સાંજે ૧૮:૧૦ કલાકે અસારવા રેલવે સ્ટેશન પર પહોંચશે

પરત ફરતી મુસાફરી માટે રેલવે દ્વારા ટ્રેન નંબર ૦૯૪૦૬ ખેડબ્રહ્મા-અસારવા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેન ખેડબ્રહ્માથી દરરોજ બપોરે ૧૫:૩૫ કલાકે રવાના થશે. આ ટ્રેન વડાલી ખાતે ૧૫:૪૩ કલાકે, ઈડર ખાતે ૧૫:૫૫ કલાકે, જાદર ખાતે ૧૬:૦૫ કલાકે, હિંમતનગર ખાતે ૧૬:૨૩ કલાકે, પ્રાંતિજ ખાતે ૧૬:૪૩ કલાકે, તલોદ ખાતે ૧૬:૫૭ કલાકે, નરોડા ખાતે ૧૭:૨૮ કલાકે ઊભી રહેશે અને સાંજે ૧૮:૧૦ કલાકે અસારવા રેલવે સ્ટેશન પર પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં નરોડા, તલોદ, પ્રાંતિજ, જાદર, હિંમતનગર, ઈડર અને વડાલી જેવા મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ ધરાવતી હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને પણ તેનો સીધો લાભ મળશે.

આ મેળા સ્પેશિયલ ટ્રેન ૦૮ કોચ ધરાવતી MEMU રેક દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે. આ ટ્રેનના તમામ કોચ અનરિઝર્વ્ડ સેકન્ડ ક્લાસના હોવાથી સામાન્ય મુસાફરો અને શ્રદ્ધાળુઓ અગાઉથી બુકિંગ કરાવ્યા વગર પણ મુસાફરી કરી શકશે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય વિસ્તૃત માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી જેથી મુસાફરીનું આયોજન યોગ્ય રીતે થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...