ઓઇલની આડમાં ઘૂસાડાતો ૩૦.૩૭ લાખનો વિદેશી દારૃ પકડાયો

ઓઇલની આડમાં ઘૂસાડાતો ૩૦.૩૭ લાખનો વિદેશી દારૃ પકડાયો

પી.સી.બી.ની ટીમ દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે એક મોટો દરોડો પાડીને હરિયાણાથી કન્ટેનરમાં ઓલિવ ઓઇલના બોક્સની આડમાં ઘૂસાડવામાં આવતો વિદેશી દારૃનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૃ, કન્ટેનર સહિત કુલ ૯૫.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પી.સી.બી. ટીમે છાણી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં દરોડો પાડીને શંકાસ્પદ ૧૦ વ્હીલવાળા કન્ટેનર ઝડપી પાડયું હતું. કન્ટેનરની તલાશી લેતાં તેમાંથી ઓલિવ ઓઇલના ૯૫૩ બોક્સની પાછળ છુપાવેલી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૃની કુલ ૭,૩૪૨ બોટલો કિંમત રૃપિયા ૩૦.૩૭ લાખની મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી હરિયાણાના નુહ જિલ્લાના વતની એવા કન્ટેનરના ડ્રાઇવર મહમદવકીલ હમીદ (ઉ.વ. ૨૮) અને ક્લીનર વકીલખાન હબીબ મેવ (ઉ.વ. ૨૫) ની ધડપકડ કરી છે. પી.આઇ. જે.આર. ગામીતે કરેલી પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, હરિયાણાના ગુડગાવ ખાતે શંકર નામના શખ્સે કન્ટેનરમાં દારૃનો જથ્થો ભરાવ્યો હતો. તેણે વડોદરાનું લોકેશન આપીને કહ્યું હતું કે, એક માણસ આવશે અને ખાટુ શ્યામ બોલશે, તે માણસને દારૃનો જથ્થો આપીદેવાનો છે.

પોલીસે દારૃ મગાવનાર વડોદરાના બૂટલેગર તેમજ દારૃનો જથ્થો ભરાવી આપનારની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,આ કન્ટેનર બે દિવસથી અહીંયા જ ઊભું હતું. જેથી,પોલીસ બે દિવસથી વોચમાં હતી કે, દારૃ લેવા કોણ આવે છે ? પરંતુ, કોઇ નહીં આવતા છેવટે પોલીસે કન્ટેનર કબજે લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...