
અમદાવાદના વાતાવરણમાં 12મી સપ્ટેમ્બરથી પલટો આવ્યો છે. એક દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે (14મી સપ્ટેમ્બર) પણ વહેલી સવારથી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધે જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વટવામાં પોણા ત્રણ ઈંચ અને બાકરોલમાં 1 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ નોંધાયો છે.
ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડ અને ખોખરા વોર્ડના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં આવેલા ઉદ્ગમ અર્ચના હાઈસ્કૂલના સંકુલમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા શાળા સંકુલમાં મુશ્કેલી સર્જાઈ હતી. હાટકેશ્વરના 132 ફૂટ રિંગ રોડથી ગુરુજી બ્રિજ સુધીના માર્ગ પર અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયું હતું. સાથે જ ખારીકટ કેનાલ નજીકના નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.
શહેરના એસ.જી. હાઈવે પર ભારે વરસાદને પગલે ઈસ્કોન બ્રિજથી કર્ણાવતી ક્લબ તરફ જતાં વાહનો ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં શરૂ કરાયેલા નવા રેમ્પને કારણે પાણી ભરાવાની સ્થિતિમાં પણ ટ્રાફિક વ્યવસ્થિત રીતે સુચારુ રહ્યો છે. બીજી તરફ, ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે વાહનચાલકોની સુરક્ષા અર્થે મીઠાખળી અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે વાસણા બેરેજના ગેટ નંબર 25, 26, 27 ખોલ્યા છે.
ભારે વરસાદને પગલે પાણી ભરાતા અનેક અંડરબ્રિજમાંથી વાહનોનું પસાર થવું મુશ્કેલ થઇ રહ્યું છે ત્યારે સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા મોહમ્મદપુરા ખાતેના અંડર બ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે તેને વાહનવ્યવહાર માટે બંધ કરવાની જાહેરાત કરાઇ છે.
વટવા- 2.76 ઈંચ
દૂધેશ્વર- 2.17 ઈંચ
લંભા- 2.15 ઈંચ
બાકરોલ-2.01 ઈંચ (એક કલાકમાં 2 ઈંચ)
રામોલ- 1.67 ઈંચ
વસ્ત્રાલ- 1.52 ઈંચ
ઈન્દ્રપુરી- 1.42 ઈંચ
સરખેજ અર્બન હેલ્થ- 1.26 ઈંચ (એક કલાકમાં 1.2 ઈંચ)
મણિનગર- 1.10 ઈંચ
ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ-1.06 ઈંચ
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 27.46 ઈંચ થયો છે. જે છેલ્લા 5 વર્ષની સિઝન સરેરાશના 76.28 ટકા જેટલો થાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં સરેરાશ 1.74 ઈંચ વરસાદ થયો હતો. આજે સવારે 6થી 8 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન શહેરમાં સરેરાશ 0.06 ઈંચ વરસાદ થયો હતો. જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 0.18 ઈંચ, દક્ષિણ ઝોનમાં 0.12 ઈંચ અને ઉત્તર ઝોનમાં 0.11 ઈંચ વરસાદ થયો હતો. આ સમયગાળામાં ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ વિસ્તારમાં સૌથી વધુ 0.28 ઈંચ વરસાદ પડ્યો હતો. રિપોર્ટ મુજબ વાસણા બેરેજની પાણીની સપાટી 129.00 ફૂટ પર છે. નદીમાં 358 ક્યુસેક પાણીનો આઉટફ્લો થઈ રહ્યો છે અને બેરેજનો 1 ગેટ 0.5 ફૂટ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ- 0.28 ઈંચ
ઓઢવ- 0.22 ઈંચ
રામોલ- 0.22 ઈંચ
વસ્ત્રાલ- 0.20 ઈંચ
નરોડા- 0.20 ઈંચ
હંસપુરા- 0.20 ઈંચ
વિરાટનગર- 0.18 ઈંચ
કઠવાડા- 0.18 ઈંચ
વટવા- 0.16 ઈંચ
નિકોલ- 0.14 ઈંચ
હંસપુરા- 2.93 ઈંચ
મોટેરા-2.76 ઈંચ
દૂધેશ્વર- 2.72 ઈંચ
નરોડા- 2.54 ઈંચ
ચાંદખેડા- 2.34 ઈંચ
રાણીપ- 2.32 ઈંચ
નવરંગપુરા- 2.32 ઈંચ
જોધપુર- 2.30 ઈંચ
કોતરપુર- 2.28 ઈંચ
જોધપુર ઝોનલ- 2.28
