અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને GI ટેગનો દરજ્જો પ્રાપ્ત

અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને GI ટેગનો દરજ્જો પ્રાપ્ત

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદને કેન્દ્રીય જીઆઈ રજિસ્ટ્રી દ્વારા ભૌગોલિક ઓળખ (જીઆઈ) ટેગ આપવામાં આવ્યો છે. આ પ્રસાદને હવે કાનૂની સંરક્ષણ મળ્યું છે. તિરુપતિ લાડુ અને પલાની પંચામૃતમની જેમ અંબાજીનો મોહનથાળ પણ દેશના વિશિષ્ટ મંદિર પ્રસાદોમાં સામેલ થયો છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીને આધારે જીઆઈ રજિસ્ટ્રી દ્વારા ‘અંબાજી મોહનથાળને ખાધ પદાર્થોની ક્લાસ-30 શ્રેણી હેઠળ સત્તાવાર જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે. અધિકૃત દસ્તાવેજો મુજબ 1 ઓક્ટોબર, 2026ના રોજ આ સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું છે.
આ સાથે અંબાજીનો મોહનથાળ દેશના સુપ્રસિદ્ધ અને વિશિષ્ટ મંદિર પ્રસાદોની યાદીમાં સ્થાન પામ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ નિમિત્તે નવરાત્રીના પ્રથમ નોરતે એટલે કે 11 ઓક્ટોબરે અંબાજી દેવસ્થાન ખાતે વિશેષ સમારોહ યોજાશે. સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત ઉપસ્થિત રહી ટ્રસ્ટને સત્તાવાર જીઆઈ સર્ટિફિકેટ અર્પણ કરશે.

જીઆઈ ટેગ મળતા હવે ‘અંબાજી મોહનથાળ’ નામનો અનધિકૃત ઉપયોગ અથવા નકલ સામે કાનૂની સંરક્ષણ પ્રાપ્ત થયું છે. આથી પ્રસાદની ગુણવત્તા, શુદ્ધતા અને પરંપરાગત ઓળખ જાળવવામાં મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...