ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી (GIFT City) નજીક મેટ્રોમાં દુર્ઘટના સર્જાઈ હતી. મેટ્રો ટ્રેન અચાનક પાટા પરથી નીચે ઊતરી ગયાની માહિતી મળી છે. જોકે, રાહતની વાત એ રહી કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. યાત્રીઓ આગામી સ્ટેશને ઉતરી ગયાની માહિતી મળી રહી છે. હાલ કોઈને ત્યાં જવા દેવાયા નથી.
ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન પાટા પરથી ખડી પડતાં અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં
આ ઘટના બન્યા બાદ મેટ્રો ટ્રેન અટકાવી દેવામાં આવી હતી. જેના કારણે ગિફ્ટ સિટી જતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા. જ્યારે આ મામલે કારણ જાણવાનો પ્રયાસ કરાયો તો માહિતી મળી કે મેટ્રો ટ્રેન સેવા ટેક્નિકલ કારણોસર બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે કામકાજ માટે ગાંધીનગર જતા લોકો અને નોકરિયાતો અચાનક જ અધવચ્ચે ફસાઈ ગયા હતા.
