ગુજરાતમાં હૃદયને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઝડપથી વધી રહી છે, જે અત્યંત ચિંતાનો વિષય બન્યો છે. ‘108’ ઇમરજન્સી સેવા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ વર્ષે હૃદયની ઇમરજન્સીના કુલ 72,307 કોલ્સ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં પ્રતિ કલાકે 12 અને પ્રતિ દિવસે સરેરાશ 298 લોકોને હૃદયની સારવાર લેવાની ફરજ પડી રહી છે.
ગયા વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન હૃદયની ઇમરજન્સીના 63,652 કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ ચાલુ વર્ષના પ્રથમ 8 મહિનામાં કોલ્સની સંખ્યામાં 13.60%નો વધારો જોવા મળ્યો છે. અગાઉ વર્ષ 2024માં 84,378 અને વર્ષ 2023માં 66,789 દર્દીઓએ હૃદયની ઇમરજન્સી નોંધાવી હતી. જો વર્તમાન વર્ષનો આ જ ટ્રેન્ડ યથાવત્ રહેશે, તો વર્ષના અંત સુધીમાં આ આંકડો 1.08 લાખને પાર કરી શકે છે.રાજ્યભરમાં સૌથી વધુ કેસ નોંધાવામાં અમદાવાદ જિલ્લો મોખરે છે, જ્યાં અત્યાર સુધીમાં 18,789 કોલ્સ નોંધાઈ ચૂક્યા છે. આ આંકડાઓ મુજબ ગુજરાતમાં નોંધાતી હૃદયની ઇમરજન્સીનો દર ચારમાંથી 1 કેસ માત્ર અમદાવાદમાંથી જ આવે છે, જ્યાં દરરોજ સરેરાશ 76 વ્યક્તિઓને ‘108’ની જરૂર પડે છે. તજજ્ઞોના મતે, છેલ્લા કેટલાક વર્ષોથી 40 વર્ષ સુધીની વયજૂથના યુવાનોમાં પણ હૃદયની સમસ્યાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.
તૂર્કિયે, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા ઐતિહાસિક ‘મક્કા સંરક્ષણ સમજૂતી’ (Mecca Defense Pact)નું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉષ્માભેર સ્વાગત કર્યું છે. તેમણે આ કરારને […]