બોપલમાં પોલીસ લખેલી કારે 6 વાહનોને અડફેટે લીધા નશામાં ધૂત ચાલકની અટકાયત

બોપલમાં પોલીસ લખેલી કારે 6 વાહનોને અડફેટે લીધા નશામાં ધૂત ચાલકની અટકાયત

અમદાવાદના બોપલ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ‘પોલીસ’ લખેલી પ્લેટ ધરાવતી નશામાં ધૂત કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી 6 વાહનોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ બોપલ પોલીસે સ્થળ પર પહોંચી કારચાલક પ્રદ્યુમનસિંહ વાઘેલા સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, બોપલના અક્ષરધામ બંગલોઝમાં રહેતા ફરિયાદી નિશિથ શાહના જણાવ્યાનુસાર, ગત રાતે આશરે 8:30 વાગ્યાના સુમારે ઘર બહાર જોરદાર ધડાકો થયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે એક બેકાબૂ કારે તેની ડસ્ટર કાર સહિત કુલ બે ફોર-વ્હીલર અને ચાર ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. વાહનોને અડફેટે લીધા બાદ આ કાર રોકાઈ ગઈ હતી. આ અકસ્માતના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. લોકોના આક્ષેપ મુજબ કારચાલક અતિશય નશાની હાલતમાં હતો. કાર પર ‘પોલીસ’ લખેલી પ્લેટ જોઈને રોષે ભરાયેલા લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો અને બોપલ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કારચાલક પ્રદ્યુમનસિંહ વાઘેલાની અટકાયત કરી હતી.

આ મામલે બોપલ પોલીસની તપાસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોમાં કાર પર સ્પષ્ટપણે ‘પોલીસ’ લખેલું દેખાતું હોવા છતાં, પ્રાથમિક વિગતો મુજબ પોલીસ ફરિયાદમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કારચાલક પોતે પોલીસ કર્મચારી છે કે અન્ય કોઈ વ્યક્તિ, તે અંગે પણ સ્થિતિ સ્પષ્ટ ન થતાં સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...