સયાજી હોસ્પિટલમાં ટોકન સિસ્ટમને સ્થગિત કરી દેવાઇ

સયાજી હોસ્પિટલમાં ટોકન સિસ્ટમને સ્થગિત કરી દેવાઇ

સયાજી હોસ્પિટલમાં દર્દીઓને સારવારમાં સરળતા રહે તે માટે શરૃ કરાયેલી સિસ્ટમ જ હવે દર્દીઓ માટે હેરાગતિનું કારણ બની ગઇ છે. ટોકન લેવા, ઓ.પી.ડી.માં ચેકઅપ કરાવવા તથા દવાની બારી પર એમ ત્રણ સ્થળે દર્દીઓેને લાંબી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે. જેના પગલે ટોકન સિસ્ટમ સ્થગિત કરી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સરળતા રહે તે માટે શરૃ કરાયેલી ટોકન સિસ્ટમ નિષ્ફળ રહી છે. દર્દીઓ માટે આ સિસ્ટમ સુવિધાને બદલે મુશ્કેલી વધારનારી સાબિત થઈ રહી છે. સયાજી હોસ્પિટલની ઓપીડીમાં રોજના અંદાજે ૧,૭૦૦ થી ૨,૦૦૦ દર્દીઓ સારવાર માટે આવે છે. આજે સોમવારે ૨,૩૦૦ દર્દીઓ સારવાર માટે આવી જતા ટોકન માટેની લાઇન છેક રોડ પર ફિઝિયોથેરાપી વિભાગ સુધી લાંબી થઇ ગઇ હતી.

જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઉલ્લેખનીય છે કે, ટોકન લીધા પછી ઓ.પી.ડી.માં જવું પડે છે. આ અંધાધૂંધીમાં કેટલીક વખત ઓપીડીનો સમય પૂરો થઈ જતાં બહારગામથી આવતા અમુક દર્દીઓેને તો બીજા દિવસે આવવું પડે છે. સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું છે કે, ટોકન માટે નવું મશીન મગાવ્યું છે. તેમજ દર્દીઓને જે હાલાકી ભોગવવી પડે છે, તેના નિરાકરણ માટે કમિટી બનાવી વિચારણા કરવામાં આવી રહી છે. સમગ્ર સિસ્ટમ સુચારૃ રીતે ચાલે ત્યારબાદ જ ટોકન સિસ્ટમ ફરીથી અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...