માતાએ ઠપકો આપતા સુરતમાં ધો. 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

માતાએ ઠપકો આપતા સુરતમાં ધો. 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

સુરતના સચિન વિસ્તારમાં પરીક્ષા દરમિયાન મોબાઇલમાં ગેમ રમવા બાબતે માતાએ ટકોર કરતાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

પ્રાપ્ત થતી વિગત અનુસાર, સચિનના શિવનગર સ્થિત જય અંબે નગરમાં રહેતા પિયુષ રાજેન્દ્ર ચૌરસિયા ઘર નજીકની શાળામાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા લુમ્સ ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

પિયુષને મોબાઇલમાં ગેમ રમવાની લત હતી. હાલમાં તેની પરીક્ષા ચાલુ હોવાથી તે ગેમ રમવાને બદલે અભ્યાસ કરે તે માટે માતાએ તેને મોબાઈલ બંધ કરી વાંચવા બેસવા સલાહ આપી હતી. આ બાબતનું માઠું લાગી આવતાં પિયુષે ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...