દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી છે. અહીંના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો.
કાર્યક્રમને વધુ રોમાંચક અને વિહંગમ બનાવવા માટે વિવિધ સાહસિક અને સાંસ્કૃતિક પ્રદર્શનોનું આયોજન કરાયું છે, જેમાં અમરેલીની વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો. બાઈક સ્ટંટ શો, ડોગ-શો, ‘માઉન્ટેડ અશ્વ-શો’ અને ‘ટેન્ટ પેગીંગ’ના દિલધડક કરતબો. શારીરિક અને માનસિક સુખાકારી દર્શાવતા યોગના વિવિધ આયામોની પ્રસ્તુતિ.
કાર્યક્રમનું સુચારુ સંકલન અને ગરિમા જળવાઈ રહે તે માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. આ રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ અંજુ શર્મા, રાજ્યના DGP જી.એસ. મલિક સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
