કુંવરજી બાવળિયા, દ્વારકાના ખેડૂતોએ કહ્યું- મંત્રીજી નાટક બંધ કરો અને સ્થિતિ જોવા જાતે આવો

કુંવરજી બાવળિયા, દ્વારકાના ખેડૂતોએ કહ્યું- મંત્રીજી નાટક બંધ કરો અને સ્થિતિ જોવા જાતે આવો

ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે સર્જાયેલી પાણીની કટોકટી સર્જાઈ છે. ત્યારે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ એવા સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, જો પરિસ્થિતિ વધુ વણસશે અને જરૂર જણાશે તો સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં ‘દુષ્કાળ’ કે ‘અર્ધદુષ્કાળ’ જાહેર કરશે. આ દરમિયાન પાકના નુકસાન અને વાસ્તવિક સ્થિતિનો આંકડો મેળવવા માટે સરકારી સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

દ્વારકા, પોરબંદર સહિત અન્ય વિસ્તારો જ્યાં ઓછો વરસાદ નોંધાયો છે, ત્યાં પાકની વર્તમાન સ્થિતિ અને ઉત્પાદન સંબંધિત વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. મંત્રી બાવળિયાનું કહેવું છે કે, સરકાર તમામ સ્થિતિ પર નજર રાખી રહી છે. જ્યાં જરૂર હોય તે ઘાસચારો-પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

કૃષિ વિભાગ આ સર્વે પૂર્ણ થયા બાદ સ્થળ પરના વાસ્તવિક અહેવાલો અને આંકડાના આધારે કયા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તે અંગે સરકાર આખરી નિર્ણય લેશે. સરકાર દુષ્કાળ જાહેર કરવા વિચારણા કરી રહી છે, પરંતુ જમીની હકીકત જોતા ખેડૂતોનો પારો સાતમા આસમાને પહોંચ્યો છે. ખેડૂતોએ મંત્રીને કાગળ પરની સમીક્ષા છોડીને દ્વારકા જિલ્લાના ગામડાઓમાં રૂબરૂ આવી સ્થિતિ જોવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. તેમનું કહેવુ છે કે, અનેક ગામોમાં છેલ્લા 8 દિવસથી લઈને 28 દિવસ સુધી પીવાનું પાણી જ આવ્યું નથી.

પશુધન બચાવવા માલધારીઓની હિજરત કરી રહ્યાં છે. સરકારી ઘાસચારા વિતરણ કેન્દ્રો માત્ર કાગળ પર જ ચાલતા હોય તેવી સ્થિતિ છે. નિયમ મુજબ 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસ મળવું જોઈએ, તેના બદલે માલધારીઓએ 15થી 20 કિલોમીટર દૂર લાંબા ધક્કા ખાવા પડે છે. ખેડૂતો આક્રોશ વ્યક્ત કર્યો છે કે, સરકાર સર્વેના નાટકો બંધ કરે અને તાકીદે નિયમ મુજબ દુષ્કાળગ્રસ્તના લાભો આપવાનું શરૂ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...