‘ચંદી પડવો’ પહેલા બજારમાં આવી ‘Gen-Z’ અને ‘જંતર-મંતર’ ઘારી

‘ચંદી પડવો’ પહેલા બજારમાં આવી ‘Gen-Z’ અને ‘જંતર-મંતર’ ઘારી

સુરતીઓ ખાવા-પીવા માટે હંમેશા પ્રખ્યાત છે, સાથે જ ખાવામાં તેઓ હંમેશા કંઈક નવીન કરતા હોય છે. આગામી ત્રણ દિવસ પછી ‘ચંદી પડવો’ આવી રહ્યો છે ત્યારે આ વર્ષે સુરતીઓને બજારમાં ‘Gen-Z’ અને ‘જંતર-મંતર’ ઘારી જોવા મળશે. અત્યાર સુધી આ બે શબ્દો માત્ર પ્રોટેસ્ટ માટે જ લોકોએ સાંભળ્યા હતા, પરંતુ હવે આ બે શબ્દો સ્વાદના પર્યાય બન્યા છે.

સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત સુરતીઓ માટે એમનેમ નથી પડી. કારણ કે સુરતીઓ હંમેશા ખાવામાં અલગ અલગ વેરાઈટીઓ બનાવે છે અને તેનો ટેસ્ટ સમગ્ર વિશ્વમાં વખણાય છે. આવું જ કંઇ ‘ચંદી પડવો’ માટે સુરતીઓએ કર્યું છે. ત્રણ દિવસ બાદ ‘ચંદી પડવો’નો તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરતના એક મીઠાઈ વિક્રેતાએ એક નવીન કોન્સેપ્ટ અને નવો ટેસ્ટ માર્કેટમાં રજૂ કર્યો છે, જે હાલના ટ્રેન્ડ સાથે જોડાયો છે.

છેલ્લા કેટલા દિવસથી આપણે ‘Gen-Z’ અને ‘જંતર-મંતર’ના પ્રોટેસ્ટ વિશે સાંભળી રહ્યા છે અને આ બે શબ્દો હવે તમે ઘારીમાં પણ સાંભળશો. સુરતના એક મીઠાઈ વિક્રેતાએ કહ્યું કે, ‘દર વખતે સુરતીઓ કંઈક નવીન માંગતા હોય છે અને અમને પણ કંઈક અલગ કરવાનું ગમે છે. એટલે અમે વિચાર્યું કે આ વખતે શું નવુ કરી શકાય. તેથી અમે હાલમાં સૌથી સંભળાતા બે શબ્દો ‘Gen-Z’ અને ‘જંતર-મંતર’ આ શબ્દોને લઈને ઘારી બનાવવાનું નક્કી કર્યું.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આજની જનરેશનને જે ટેસ્ટ અને સ્વાદ ભાવે છે તે યુઝ કરીને અમે ‘Gen-Z’ ઘારી બનાવી છે, જ્યારે ઘારીમાં ‘જંતર-મંતર’ એટલે કે કંઈક કરવું, અલગ હોવું એવી ઘારી બનાવી છે. જેમાં અડધું ગોલ્ડ, અડધું ચાંદી અને ખાશો તો તેની અંદર કંઈક અલગ જ તમને જોવા મળશે. એટલે તેનું નામ જતર મંતર રાખ્યું છે. આ ઘારીમાં ‘Gen-Z’ બ્યુની ઘારીની કિંમત કિલોના 1200 રૂપિયા, ‘Gen-Z’ કેરેમલ ઘારીના 1200 રૂપિયા અને ‘જંતર-મંતર’ ઘારીના એક પીસના 1000 રૂપિયા છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...