વિખ્યાત ટીવી એક્ટર અર્જુન બિજલાની તેની આગામી વેબ સીરિઝ ‘ચુંબક કોલોની’નું પ્રમોશન કરી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત થયો હતો. બિજલાનીની ટીમે તરત નિવેદન બહાર પાડી આ અક્સ્માતમાં કોઇને ઇજા ન થઇ હોવાનું જણાવ્યું હતું.
૪૩ વર્ષનો અર્જુન બિજલાની તેની સીરિઝનાં પ્રમોશન માટે એક શોમાં હાજરી આપવા ગયો હતો. ત્યાંથી પાછાં ફરતી વખતે તેની કારને અક્સ્માત થયો હતો. જો કે, તેની ટીમના જણાવ્યા અનુસાર અર્જુન અને તેની સાથે પ્રવાસ કરનારાઓમાંથી કોઇને ઇજા થઇ નથી.
ટીવી શો ઉપરાંત રિયાલિટી શો પર્સનાલિટી તરીકે અર્જુન બિજલાની જાણીતો છે. તે કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ દેખાયો હતો. તે અશનીર ગ્રોવરના રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’માં વિજેતા બન્યો હતો. તેે ૨૦૨૧માં ‘ખતરોં કે ખિલાડી ૧૧’માં પણ વિજેતા બન્યો હતો.
