મોતના કિસ્સામાં વળતર મળવું જોઈએઃ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

મોતના કિસ્સામાં વળતર મળવું જોઈએઃ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

 ટ્રેન પકડતી વખતે અકસ્માતમાં મૃત્યુ થતાં ભરપાઈ નકારી શકાય નહીં, એવો મહત્વનો ચુકાદો મુંબઈ હાઈકોર્ટેની નાગપુર બેન્ચે આપ્યો છે.

યવતમાળના મૃત્યુ પામેલા યુવકના કેસમાં તેની માતાને આઠ લાખનું વળતર આપવાનો આદેશ કોર્ટે આપ્યો છે. ત્રણ મહિનામાં ભરપાઈ આપવાનો નિર્દેશ રેલવે પ્રશાસનને આપ્યો છે. મૂર્તિજાપુર રેલવે સ્ટેશન પર અંકુશ અશોક નિમકરનું ૧૪ મે ૨૦૨૩ના રોજ અકસ્માત મૃત્યુ થયું હતું.આ સંબંધે દાખલ અરજી પર સુનાવણી વખતે રેલવે ટ્રેન પકડી વખતે સંતુલન ગુમાવીને પૈંડાં નીચે આવી જવાની શક્યતા નકારી શકાય નહીં, એવો મત કોર્ટે વ્યક્ત કરીને યુવકની માતાને આઠ લાખની ભરપાઈ આપવાનો આદેશ અપાયો છે.

દરમ્યાન રેલવેમાં ચડવાની પ્રક્રિયામાં થયેલા અકસ્માત અનપેક્ષીત રેલવે ઘટના ઠરી શકે છે. રેલવેમાંથી પડવું એ જોગવાઈનો સંકુચિત અર્થ કાઢી શકાય નહીં, એવો સ્પષ્ટ મત કોર્ટે નોંધાવ્યો છે.રેલવેનો દાવો કોર્ટે ફગાવીને ઊભપાઈનો દાવો માન્ય કર્યો છે.

પ્રત્યક્ષદર્શીના અભાવે ઉપલબ્ધ પુરાવા પરથી અકસ્માતનો નિષ્કર્ષ કાઢી શકાય છે, એમ સુપ્રીમ કોર્ટનપા નિર્ણયનો આધાર લઈને હાઈકોર્ટે મૃતકની માતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...