પત્ની સુનિતા સાથેના જગજાહેર ઝઘડાથી નારાજ થઈ અભિનેતા ગોવિંદાની ભાણી

પત્ની સુનિતા સાથેના જગજાહેર ઝઘડાથી નારાજ થઈ અભિનેતા ગોવિંદાની ભાણી

90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના સંબંધોમાં છેલ્લા ઘણા સમયથી તણાવ જોવા મળી રહ્યો છે. બંને તરફથી નવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે સુનિતા આહુજાએ છૂટાછેડાની અરજી પાછી ખેંચ્યા બાદ દાવો કર્યો હતો કે, ગોવિંદા બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. આ બધા વચ્ચે ગોવિંદાના ભાણેજ કૃષ્ણા અભિષેકની પત્ની કશ્મીરા શાહે પણ સંબંધમાં વિશ્વાસઘાત અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તો બીજી તરફ હવે ગોવિંદાની ભાણી આરતી સિંહે પણ મામા-મામીના ઝગડા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

પાપારાઝી સાથે વાત કરતા આરતી સિંહે કહ્યું કે, ‘જેમ મેં અગાઉ પણ કહ્યું છે કે, હું મારાથી મોટા વડીલો વચ્ચે નથી બોલતી. આ તેમનો અંગત મામલો છે. જે લોકો ફૂટેજ મેળવવા માગે છે તેઓ મેળવી રહ્યા છે, પરંતુ હું તેમાંથી નથી, કારણ કે હું ફેમિલી મેમ્બર છું. મારી જે ફીલિંગ છે, તે હું રાત્રે કૃષ્ણા (અભિષેક)ને કોલ કરીને જણાવીશ. મારી ફીલિંગ છે, હું ટીના (ગોવિંદાની પુત્રી) સાથે વાત કરીશ, યશ સાથે વાત કરીશ, હું સુનિતા મામી સાથે વાત કરીશ. હું મારી ફીલિંગ ફેમિલીને જણાવીશ. દુનિયાને જણાવવી જરૂર નથી સમજતી કારણ કે એ મારી ફીલિંગ છે.’

તાજેતરમાં જ મુંબઈમાં પાપારાઝી સાથે વાતચીત કરતા રાખીએ સુનિતા આહુજાને ફોન કર્યો હતો. તેણે ફોન સ્પીકર પર રાખ્યો હતો, જેના કારણે ત્યાં હાજર લોકોએ પણ સુનિતાનો અવાજ સાંભળ્યો હતો. આ દરમિયાન સુનિતાએ રાખીને વિનંતી કરી હતી કે તે તેનો સાથ આપે અને લોકો સામે તેનો પક્ષ રજૂ કરે. સુનિતાએ જણાવ્યું હતું કે, રાખી આ સમગ્ર મામલાથી સારી રીતે વાકેફ છે, તેથી તેણે તેના પક્ષમાં બોલવું જોઈએ. વાતચીતમાં સુનિતાએ કહ્યું, ‘હું ઠીક છું બેટા, તું કેમ છે? તમે બધાએ મારા સમર્થનમાં બોલવું જોઈએ, તને તો બધી ખબર જ છે.’ આ પછી તેcણે એરપોર્ટ પર બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા રાખીને કહ્યું કે, ‘તેં જોયું હતું કે ગોવિંદા એરપોર્ટ પર કોને સાથે લઈને ગયા હતા. હું લાંબા સમયથી મૌન હતી અને હવે મને લાગી રહ્યું છે કે મારી જગ્યા કોઈ અન્ય લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.’ ત્યારબાદ સુનિતાએ પોતાના ડિવોર્સ કેસ અંગે સૌથી મોટો દાવો કરતા રાખીને કહ્યું કે, ‘મેં ગઈકાલે જ છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે, કારણ કે તેઓ બીજા લગ્ન કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા.’

સુનિતાની વાત સાંભળ્યા બાદ રાખીએ તેને પૂરતું સમર્થન આપ્યું હતું. રાખીએ કહ્યું કે, ‘મેં પહેલા પણ કહ્યું હતું કે છૂટાછેડાનો કેસ પાછો ખેંચવો એ યોગ્ય નિર્ણય છે.’ ત્યારબાદ રાખીએ સુનિતાને તેની આર્થિક સુરક્ષાને લઈને પણ સાવચેત કરી હતી. રાખીએ સુનિતાને કહ્યું કે, ‘તમારે લગભગ 200 કરોડની સંપત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બાકીની બાબતોને હાલ છોડી દેવી જોઈએ. જો ભવિષ્યમાં કોઈ બીજી કે ત્રીજી મહિલા તેમની જિંદગીમાં આવે છે, તો તે સંપત્તિ પર દાવો કરી શકે છે.’ તેથી રાખીએ સુનિતાને સૌથી પહેલા પોતાની સંપત્તિ અને આર્થિક હિતોને સુરક્ષિત કરવાની સલાહ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...