વડોદરામાં રહેતા મહારાષ્ટ્રના એક યુવક પાસે કાશ્મીરની ટૂરનું બૂકિંગ કરાવનાર દુકાનદાર અને તેના માણસોએ હોટલનું બુકિંગ નહિ થતાં યુવકનું કારમાં અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
સમા કેનાલ રોડ પરના સેવાશ્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને સમા મામલતદાર કચેરી પાસે પેરેડાઇઝ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવી લીગલ સર્વિસીસ તેમજ અન્ય કામો કરતા જયેશસિંગ રાજપૂરોહિતે પોલીસને કહ્યું છે કે,મારી ઓફિસની સામેના ભાગે આશિષ મનુભાઇ જયસ્વાલ(શ્રીનાથજી આંગન,ન્યુ વાઘોડિયારોડ)ની અંબિકા ટ્રાયોજીનેક નામની દુકાન આવેલી છે.
આશિષભાઇએ તેમના પરિવારના ચાર સદસ્યો માટે કાશ્મીરના ટૂરનું પેકેજ તૈયાર કરાવી મને રૃ.૭૮૫૦૦ આપ્યા હતા.જેમાં રૃ.૧૦ હજાર મારું કમિશન હતું.ટ્રેનની ટિકિટ અને બે દિવસનું હોટલ બૂકિંગ થયુ ંહતું.પરંતુ મેં પૈસા આપ્યા નહિ હોવાથી બાકીના દિવસની હોટલનું બૂકિંગ બાકી હતું.
યુવકે કહ્યું છે કે,તા.૧૫મી ઓક્ટોબરે સાંજે આશિષભાઇ મારી ઓફિસ પાસે આવ્યા ત્યારે વિરમભાઇ અને ડેહુરભાઇ ગોબરભાઇ ભરવાડ પણ હાજર હતા.તેમણે મને તારો વ્યવહાર સારો નથી તેમ કહી ઉશ્કેરાઇ ગયા હતા અને એક ગાડી બોલાવી હતી.જેમાં આવેલા ચાર જણા મને આગળની સીટ પર બેસાડી આશિષભાઇની દુકાને લઇ ગયા હતા.
આરોપીઓએ મારી પાસે કમિશન સહિતના રૃ.૫૦ હજાર માગી પૂરી દીધો હતો,અને આશિષભાઇના માણસોએ મને પાઇપ વડે માર માર્યો હતો.મહારાષ્ટ્રમાં રહેતા મારા સંબંધીને પૈસાની મદદ માટે જાણ કરતાં તેમણે ત્યાંની પોલીસને જણાવ્યું હતું.જેથી મુંબઇ પોલીસે વડોદરા પોલીસની મદદ લેતાં પોલીસ મને સમા પોલીસ સ્ટેશને લાવી હતી.
