વડોદરા કોર્પોરેશનના વેક્યુમ સ્વીપર મશીનમાં ધડાકા સાથે આગ લાગતા ગભરાટ ફેલાયો

વડોદરા કોર્પોરેશનના વેક્યુમ સ્વીપર મશીનમાં ધડાકા સાથે આગ લાગતા ગભરાટ ફેલાયો

વડોદરાના અક્ષર ચોક વિસ્તારમાં ગઈ મોડી રાત્રે રસ્તાની સફાઈ કરતા કોર્પોરેશનના મશીનમાં અચાનક આગ લાગતા ભારે ગભરાટ ફેલાયો હતો.
કોર્પોરેશન દ્વારા રાત્રિના સમયે રસ્તાના ડિવાઇડરોની આસપાસ વેક્યુમ સ્વીપર મશીન દ્વારા સાફ-સફાઈ કરવામાં આવતી હોય છે.

ગઈકાલે મોડી રાત્રે અક્ષરચોક બ્રિજ ઉપર કામ ચાલતું હતું ત્યારે ઓવર હીટિંગને કારણે અચાનક ધડાકા સાથે આગ લાગતા મશીનનો આગળનો ભાગ આગમાં લપેટાયો હતો.

બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ આવી હતી પરંતુ ત્યાં સુધીમાં મોટાભાગનું મશીન આગમાં લપેટાઈ ચૂક્યું હતું. ફાયર બ્રિગેડ પોણો કલાકની કામગીરી બાદ આગ કાબુમાં લીધી હતી. રાત્રિના સમયે વાહનોની અવર-જવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ બીજું નુકસાન થયું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...